આજે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ છે ત્યારે આ નિમિત્તે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જો કે સંબોધનની વચ્ચે જ તેમનું માઈક બંધ થઈ ગયું હતું. અને લાંબા સમય સુધી તેનું માઈક બંધ રહ્યું હતું. પરંતુ જ્યારે તેનું માઈક ફરી ચાલુ થયું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તમે ઈચ્છો તેટલું માઈક બંધ કરો, તો પણ હું બોલીશ.’
‘તમે માઈક બંધ કરશો તો પણ હું બોલીશ’
કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલે ગાંધીએ કહ્યું કે, ‘જ્યારે દલિતોની વાત કરું છું ત્યારે માઈક બંધ કરી દેવામાં છે. જો તમે મારું માઈક બંધ કરશો તો પણ હું બોલીશ. હું મારી વાત રાખીશ.’ આ ઉપરાંત રાહુલ ગાંધીએ વધુમાં બંધારણ દિવસ પર કહ્યું કે, ‘બંધારણ અહિંસાનો માર્ગ બતાવે છે. બંધારણ સત્ય અને અહિંસાનો ગ્રંથ છે. બંધારણ હિંસાને મંજૂરી આપતું નથી. જ્યાં પણ અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિગત વસ્તી ગણતરી કરાવીશું. પછાત વર્ગનો હિસ્સો વધુ છે તો તેમની ભાગીદારી ઓછી કેમ?’
PM મોદીએ બંધારણ નહીં વાય્યું હોય : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘તમને કંપનીઓના દલિત કે ઓબીસી માલિકો નહીં દેખાય? હું ગેરંટી સાથે કહું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ નહીં વાંચ્યું હોય. આંબેડકરજી, ફુલેજી, ભગવાન બુદ્ધ અને ગાંધીજીની 21મી સદીમાં ભારતની હજારો વર્ષોની વિચારસરણી અને ભારતના સામાજિક સશક્તિકરણનું સત્ય તેમાં હાજર છે. તમે કોઈપણ રાજ્યમાં જાઓ, કેરળમાં નારાયણ ગુરુજી, કર્ણાટકમાં બસવન્નાજી, પૂણેના શિવાજી મહારાજ, દરેક રાજ્યમાં તમને બે-ત્રણ નામો મળશે જેમના વિચારો તમને આ પુસ્તકમાં જોવા મળશે.’
देश में जो भी आदिवासियों, दलितों और गरीबों की बात करता है, उसका माइक ऑफ हो जाता है।
लेकिन..
जितना चाहे माइक ऑफ कर लो, मुझे बोलने से कोई नहीं रोक सकता।
श्री #RahulGandhi
📍 नई दिल्ली pic.twitter.com/BTYl6bbI0T
— Vijay Singh (Raju) (@VijaySinghRaju_) November 26, 2024
‘આ સત્ય અને અહિંસાનું પુસ્તક છે’
કાર્યકર્મમાં આગળ બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું તમને પૂછવા માંગુ છું, શું આમાં સાવરકરજીનો અવાજ છે? તેમાં ક્યાંક લખ્યું છે કે હિંસાનો ઉપયોગ કરવો જોઈએ. શું એમાં ક્યાંક એવું લખેલું છે કે માણસને મારવો, ડરાવવો? આ સત્ય અને અહિંસાનું પુસ્તક છે. આ ભારતનું સત્ય છે અને તે અહિંસાનો માર્ગ બતાવે છે, થોડા દિવસો પહેલા અમે તેલંગાણામાં જાતિગત વસ્તી ગણતરી શરૂ કરી છે. અમારી સરકાર જ્યાં પણ આવશે, કોઈપણ રાજ્યમાં, પછી તે કર્ણાટક હોય, તેલંગાણા હોય અને ભવિષ્યમાં જ્યાં પણ અમારી સરકાર આવશે, અમે તે જ રીતે જાતિગત વસ્તી ગણતરી કરાવીશું.’