આજથી દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા છે. આ તરફ હવે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિવાળીના તહેવારમાં વરસાદ નહીં આવે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જોકે હવામાન વિભાગનું માનીએ તો આ વખતે અમદાવાદમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી જ્યારે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે. નોંધનિય છે કે, આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે.
હવામાન વિભાગના ડાયરેકટર એ.કે.દાસે રાહતભરી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરતાં હવે દિવાળીના તહેવારમાં વરસાદ નહીં આવે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યાનુસાર પવનની દિશા ઉત્તર-પશ્ચિમ દિશાથી ઉત્તર દિશામાં ફેરવાઇ છે. આ તરફ અમદાવાદના વાતાવરણમાં રેકોર્ડબ્રેક ગરમી જોવા મળી છે. જેમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી જ્યારે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે, 14 વર્ષમાં સૌથી વધુ લઘુતમ તાપમાન નોંધાયું છે.
નવેમ્બરમાં માવઠાની શક્યતા
અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 7 થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે. આ સાથે તેમણે જણાવ્યું કે, 17-18 નવેમ્બરે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. તો 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેની અસરથી ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. જેને લીધે રાજ્યમાં હજુ માવઠું થાય તેવી શક્યતા છે. જેથી તારીખ 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. તો ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.