બૉલીવુડ અભિનેતા, નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ મુંબઈમાં વધતાં જતાં ભાવ વધારાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી કે જેમાં મુંબઈ મહાનગર પાલિકાને ટાંકીને લખ્યું છે. માયાનગરીમાં થઈ રહેલો વસ્તી વધારો અને રહેવાની અગવડ તરફ પણ BMCનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે અંહિયા લોકોની જિંદગીની ગુણવત્તા નથી વધી રહી.
બસ, ઓટો અને ટેક્સીનું ભાડું
વિવેક અગ્નિહોત્રીએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર રક પેપર કટિંગ શેર કર્યું છે જેમાં આગામી 1 ફેબ્રુઆરીથી મુંબઈમાં ટેક્સી અને ઓટોના ભાડામાં 3 રૂપિયાનો વધારો થશે તે ઉપરાંત બસના ભાડામાં પણ વધારો થશે તે અંગે ટિપ્પણી કરી છે.
BMC પર તાક્યું નિશાન
વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે કે, ” મુંબઈમાં બધું ધીમે ધીમે વધી રહ્યું છે- મોંઘવારી, ટ્રાફિક, ખાડા, અવ્યવસ્થા, દરિયામાં ગંદકી, વસ્તી, તણાવ, પ્રદૂષણ… એકમાત્ર વસ્તુ જે વધી રહી નથી તે છે અહીંના લોકોના જીવનની ગુણવત્તા. મને આશા છે કે કોઈ દિવસ BMC આ તરફ ધ્યાન આપશે.
By and by, everything is increasing in Mumbai. Prices, traffic, potholes, chaos, sea level, filth, population, stress, pollution… only thing that is not increasing in proportion is the quality of life. I hope dead @mybmc resurrects some day. pic.twitter.com/YhQaib53vC
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 25, 2025
1 ફેબ્રુઆરીથી વધશે ભાડા
મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જાહેરાત કરી કે 1 ફેબ્રુઆરીથી ઓટો અને ટેક્સીના લઘુત્તમ ભાડામાં 3 રૂપિયાનો વધારો થશે. સુધારેલા દરો હેઠળ, ઓટો-રિક્ષાનું લઘુત્તમ ભાડું વધીને રૂ. 26 થશે, જ્યારે કાળી-પીળી ટેક્સીઓનું ભાડું રૂ. 31 થી શરૂ થશે.
‘ધ દિલ્હી ફાઇલ્સ’
વિવેક અગ્નિહોત્રી સોશિયલ મીડિયા પર ગહન એક્ટિવ રહે છે અને ઘણીવાર આવા લોકોને અસર કરતાં મુદ્દાઓ પર તેમની પ્રતિક્રિયા આપે છે. વાત કરીએ તેમના વર્ક ફ્રન્ટની તો વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ ધ દિલ્હી ફાઇલ્સ’ છે જે બે ભાગમાં રીલીઝ થશે.