ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે જેમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાને પણ સ્થાન મળ્યું છે. ત્યારે રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. એક તરફ રોહિત, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ભારતીય ખેલાડી ફેલ થઈ રહ્યા છે ત્યારે જાડેજાએ મેચમાં પાંચ વિકેટ ઝડપી છે.
રવિન્દ્ર જાડેજા ચમક્યો
રણજી ટ્રોફી 2025ની મેચોમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. પરંતુ રવિન્દ્ર જાડેજા ચમક્યો છે. રાજકોટમાં ચાલી રહેલી મેચમાં જાડેજા સૌરાષ્ટ્ર માટે રમી રહ્યો છે. તેણે દિલ્હી સામે ઘાતક બોલિંગ કરી છે. જાડેજાએ દિલ્હીની પ્રથમ ઇનિંગ દરમિયાન પાંચ વિકેટ ઝડપી છે. તેણે કેપ્ટન આયુષ બદોનીની વિકેટ પણ લીધી હતી.
દિલ્હી માત્ર 188 રનમાં ખખડ્યું
નોંધનીય છે કે, રાજકોટમાં દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે આજથી (23 જાન્યુઆરી 2025)થી રણજી ટ્રોફીની મેચ શરૂ થઈ છે. જેમાં દિલ્હીની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી ઋષભ પંત પણ દિલ્હી તરફથી રમી રહ્યો છે. જો કે ટીમ કઈ ખાસ કમાલ ન કરી શકી અને માત્ર 188 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જાડેજા દિલ્હી માટે નુકસાનકારક સાબિત થયો હતો. તેણે 17.4 ઓવરમાં 66 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જાડેજાએ 2 મેડન ઓવર પણ ફેંકી હતી.
🚨 FIVE WICKETS FOR RAVINDRA JADEJA 🚨
– Jadeja took 5 wickets against Delhi, 5 for 66 from 17.4 overs.#RanjiTrophy #RohitSharma #ShubmanGill #ChampionsTrophy#ViratKohli #KLRahul #INDvsENG #Jadeja #ChampionsTrophy2025 pic.twitter.com/XY3xexaxuP
— Monish (@Monish09cric) January 23, 2025
જાડેજાનું ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાના ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધીમાં તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 135 મેચમાં 7466 રન બનાવ્યા છે. તે આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી ચૂક્યો છે. જાડેજાનો સર્વશ્રેષ્ઠ સ્કોર 331 રન છે. જાડેજાએ ઘરેલું ક્રિકેટમાં 13 સદી અને 39 ફિફ્ટી ફટકારી છે. બોલિંગમાં પણ ધારદાર પ્રદર્શન કરતા 542 વિકેટ ઝડપી છે. જેમાં 31 રન આપીને 7 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે.