બોલિવૂડ સુપરસ્ટાર દબંગ સલમાન ખાનની આગામી ફિલ્મ સિકંદરને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લીક થયેલા વીડિયોમાં સલમાન ખાન મુંબઈ રેલવે સ્ટેશન પર ચાલી રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન કેઝ્યુઅલ શર્ટ સાથે જીન્સ પહેરેલો જોવા મળે છે. જેમાં તે ફુલ સ્વેગમાં જોવા મળી રહ્યો છે.
A R Murugadoss #ARM is going to give 1000 cr Movie 🔥🔥🔥🔥#SalmanKhan💪🔥#Sikandar pic.twitter.com/p7w568Qy67
— Anjali Prakash (@anjaliprakash05) January 27, 2025
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક વ્યક્તિએ વીડિયો શેર કરીને લખ્યું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરશે. તો બીજાએ લખ્યું કે, ભીડ સલમાન ખાનને જોવા જ લાગી છે. સુપરસ્ટારડમનું આ એક મસ્ત ઉદાહરણ છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાનને જોવા માટે લોકો બેતાબ છે, સલમાન ખાન સાથે પોલીસ અને બીજા સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોમાં લોકો તેની એક ઝલક જોવા માટે બેતાબ છે.