પર્થ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે સૌથી મોટી જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં 295 રનથી રેકોર્ડબ્રેક જીત મેળવી છે. તેની સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડથી ભારતીય ટીમ આગળ છે. હવે ડિસેમ્બરથી એડિલેડ ઓવલ ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાશે.
છેલ્લી ટેસ્ટ મેચ ગુલાબી બોલથી રમાવાની હોવાથી ભારતીય ટીમ ગુલાબી બોલથી જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. પર્થ ટેસ્ટમાંથી બહાર થયેલા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જો કે આ શ્રેણીમાં, ભારતીય ટીમ 30 જાન્યુઆરીથી મનુકા ઓવલ ખાતે વડાપ્રધાન ઇલેવન સામે ગુલાબી બોલથી બે દિવસીય પ્રેક્ટિસ મેચ પણ રમશે.
તમને જણાવી દઈએ કે પર્થ ટેસ્ટ પહેલા ઈન્ડિયા A સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન શુભમનને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. શુભમને 29 નવેમ્બરના રોજ મનુકા ઓવલ ખાતે વરસાદ વચ્ચે પ્રેક્ટિસ કરી હતી. તેણે પહેલા થ્રોડાઉનનો સામનો કર્યો અને લગભગ અડધા કલાક પછી, તેણે નેટમાં પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ અને યશ દયાલનો સામનો કર્યો હતો. હવે એવી આશા છે કે શુભમન ગિલ બીજી ટેસ્ટમાં તેની પસંદગી કરવામાં આવશે . જો ગિલ બીજી ટેસ્ટમાં રમે છે તો કેએલ રાહુલે લોઅર મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવી પડશે. રાહુલે પર્થ ટેસ્ટમાં ઓપનિંગ કર્યું હતું, પરંતુ રોહિત શર્માની વાપસી બાદ હવે તેના માટે ઓપનિંગ સ્લોટ ઉપલબ્ધ નથી.
29 નવેમ્બરે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ નેટ્સમાં પ્રેક્ટિસ કરી હતી. પરંતુ રોહિત અંગત કારણોસર પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત મનુકા ઓવલ ખાતે પહેલા નેટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી પણ આવ્યા હતા. જોકે, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા નેટ્સમાં બોલિંગ કરી શક્યા ન હતા.
📍 Canberra
Snippets from #TeamIndia's visit to the Parliament house ahead of the two-day pink ball match against PM XI 👌👌
The Indian Cricket Team was hosted by the Honourable Anthony Albanese MP, Prime Minister of Australia.#AUSvIND pic.twitter.com/cnwMSrDtWx
— BCCI (@BCCI) November 29, 2024
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીન), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીન) , રવિચંદ્રન અશ્વિન , રવિન્દ્ર જાડેજા , મોહમ્મદ સિરાજ , આકાશ દીપ , પ્રસિદ્ધ કૃષ્ણ , હર્ષિત રાણા , નીતિશ કુમાર રેડ્ડી , વોશિંગ્ટન સુંદર, દેવદત્ત પડિકલ.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર 2024 – જાન્યુઆરી 2025)
22-26 નવેમ્બર: 1લી ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: 4થી ટેસ્ટ, મેલબોર્ન
03- 07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની
આ પણ વાંચો : કેએલ રાહુલ નહીં હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન! ટીમ માલિકે સસ્પેન્સ પર મૂક્યો પૂર્ણ વિરામ, ગુજરાતી ખેલાડી દાવેદાર
બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બેઉ વેબસ્ટર.