ક્લાસરૂમમાં ડાન્સ કરતી મહિલા શિક્ષિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જાંબલી રંગની સાડી પહેરીને ભોજપુરી ગીત પર જબરજસ્ત એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળે છે.
તેને ક્લાસરૂમમાં ડાન્સ કરતા જોઈને યુઝર્સ પણ આ વીડિયો પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સ કોમેન્ટમાં ડાન્સિંગ ટીચરની પ્રશંસા કરી રહ્યા છે. તો બીજી તરફ, ઘણા લોકોનું કહેવું છે કે શિક્ષણના મંદિરમાં, શિક્ષકે તેની મર્યાદામાં રહીને કંઈપણ કરવું જોઈએ. આ વીડિયોને 15 લાખથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે.
કેટલાક યુઝર્સને આ પરફોર્મન્સ અશ્લીલ પણ લાગી રહ્યું છે. વીડિયોમાં મેડમ ભોજપુરી ગીત સાન-ભાન ભૂલી ગયા હોય તે રીતે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેને ડાન્સ કરતો જોઈને ક્લાસમાં હાજર તમામ છોકરીઓએ પણ તેના માટે તાળીઓ પાડી છે, જો કે આ રીતે ટીચરનો ચાલુ કલાસમાં વિદ્યાર્થીઓ સામે ભણાવવાને બદલે ડાંસ કરવું કેટલું વ્યાજબી છે તે સવાલ અવશ્ય ઉભો થાય છે.