પાકિસ્તાનમાં ખુબ લાંબા સમયે કોઈ ICC ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી શરુ થવા જઈ રહી છે. આ ટ્રોફીને લઈ શોએબ અખ્તરે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. જેમાં તેને ચાર સેમિફાયનલ ટીમના નામ જણાવ્યા છે. આ ટીમમાં ભારત અને પાકિસ્તાન પણ છે.
મહત્વની વાત એ છે કે,શોએબ અખ્તરે આ ચાર ટીમોમાં ઓસ્ટ્રિલિયન ટીમનો સમાવેશ નથી કર્યો. તેને એવો દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાન સેમિફાયનલમાં જગ્યા બનાવી શકે છે. આ ચેમ્પિયન ટ્રોફીમાં 8 ટીમો ભાગ લેશે. પાકિસ્તાનમાં લગભગ 3 દશક બાદ ICC ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેમાં ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરી દિધો છે. જેથી ભારતની બધી મેચો દુબઈમાં રમાશે.
શોએબ અખ્તરે પ્રીડિક્ટ કરેલી ચાર ટીમોમાં ઓસ્ટ્રેલિયાને જગ્યા ન આપતા લોકો પણ ચોંકી ગયા છે. તેના મતે અફઘાનિસ્તાન ટોપ ફોરમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા વર્ષોમાં અફઘાનિસ્તાન જાયન્ટ કિલર સાબીત થયું છે. તેને અનેક મોટી મોટી ટીમોને હરાવી છે. અફઘાનિસ્તાન 2023ના વર્લ્ડ કપમાં છઠ્ઠા નંબરે રહ્યું હતું.
Our squad in Pakistan’s official ICC Champions Trophy 2025 jersey 😎🇵🇰
How good does it look on them❓ ✨#WeHaveWeWill | #WearYourPassion pic.twitter.com/OpP2TtboRG
— Pakistan Cricket (@TheRealPCB) February 7, 2025
આ ચેમ્પિયન ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર મેચને લઈ ખૂબ ઉત્સાહ છે. આ મેચ માટે શોએબે પાકિસ્તાનની ટીમને દાવેદાર બતાવી છે. તેનું માનવું છે કે, આ બનેં ટીમ ફાયનલમાં પણ પહોંચવી જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મુકાબલો યોજાશે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારત સામે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ પણ સારો છે.