ઘણા એવા પુરુષો હોય છે જેમને મહિલાઓની બોડી વિશે પ્રોપર નોલેજ નથી હોતું. જેમાં મહિલાઓની બોડી રચના અને તેમાં થતાં બદલાવનો સમાવેશ થાય છે. જેથી આ આ આર્ટિકલમાં તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું.
મૂડ સ્વિંગ્સ અને પીરીયડ
મહિલાઓની બોડીમાં હોર્મોનલ ચેન્જ થતાં હોય છે, જેની અસર અલગ અલગ રીતે થાય છે. જેમાં મૂડ સ્વિંગ્સ અને વજનમાં ફેરફાર સહિતનો સમાવેશ થાય છે. મહિલાઓને આવતા પીરીયડને લઈને પણ અમુક પુરુષોમાં એટલી જાગૃતતા નથી હોતી. જેમાં મહિલાઓને 28 થી 30 દિવસમાં આ પીરીયડ આવતા હોય છે.
પ્રજનન તંત્ર અને સ્તન
મહિલાઓનું પ્રજનન તંત્ર પણ પુરુષો કરતા અલગ હોય છે. આ પ્રજનન તંત્ર કેવી રીતે કામ કરે છે તે પણ ઘણા પુરુષો જાણતા નથી હોતા. આ સિવાય મહિલાઓના સ્તનનો આકાર તેમની ઉમર, હોર્મોન અને બીજા કારકો પર નિર્ભર કરે છે. અને તે દરેક મહિલાઓમાં અલગ અલગ હોય છે.
માંસપેશીઓ, ત્વચા અને હોર્મોનલ ચેન્જ
પુરુષોની તુલનામાં સ્ત્રીઓની માંસપેશીઓનો વિકાસ થોડો અલગ હોય છે. અને તેમની ત્વચા પણ પુરુષો કરતા વધુ સેન્સેટિવ હોય છે. જેના કારણે તેમને સ્કિન પ્રોબ્લેમ પણ વધુ થાય છે. અને જ્યારે મહિલાઓમાં હોર્મોનલ બદલાવ આવે ત્યારે પણ તેમની ઈમોશનલ હેલ્થ પર અસર પડે છે. જેથી તેમના મૂડમાં ફેરફાર જોવા મળે છે.