ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2-0 ની લીડ મેળવી લીધી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી અદભૂત રહ્યું છે. શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ઈંગ્લેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવા માંગશે. ઇંગ્લેન્ડની ટીમ વ્હાઇટ વોશથી બચવા માટે જોર લગાવશે. આવી સ્થિતિમાં, ચાહકો એક રોમાંચક મેચની અપેક્ષા રાખશે. આ દરમિયાન, બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને વર્તમાન આઈસીસી ચેરમેન જય શાહે આ મેચને લઈને એક મોટી જાહેરાત કરી છે.
ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચ 12 ફેબ્રુઆરીએ યોજાશે. આ અંગે જય શાહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જ્યાં તેમણે જાહેરાત કરી કે આ પ્રસંગે ડોનેટ ઓર્ગન્સ, સેવ લાઈવ્સ નામની જાગૃતિ પહેલ શરૂ કરવામાં આવશે. તેમણે લખ્યું કે 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચના પ્રસંગે, અમને “અંગોનું દાન કરો, જીવન બચાવો” – એક જાગૃતિ પહેલ શરૂ કરવાનો ગર્વ છે.
રમતગમતમાં પ્રેરણા આપવાની, એક થવાની અને કાયમી અસર ઉભી કરવાની શક્તિ છે. આ પહેલ દ્વારા, અમે દરેકને સૌથી મોટી ભેટ – જીવનની ભેટ આપવા તરફ એક પગલું ભરવા વિનંતી કરીએ છીએ. એક વચન, એક નિર્ણય, ઘણા લોકોના જીવ બચાવી શકે છે. ચાલો સાથે મળીએ અને ફરક લાવીએ!
શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં કેટલાક ફેરફારો જોઈ શકાય છે. ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ હશે. આવી સ્થિતિમાં, રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ તેમની બેન્ચ સ્ટ્રેન્થનું પરીક્ષણ કરવા માંગે છે. જેના કારણે અર્શદીપ સિંહ, ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ ૧૧માં સામેલ કરી શકાય છે. આ ત્રણેય ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ છે.
ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા
મેચના દિવસે આ ખાસ ધ્યાન રાખજો
આ દિવસે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને લઇ અમદાવાદ પોલીસ કમિશ્નર આઇપીએસ શરદ સિંધલ દ્વારા વૈકલ્પિક માર્ગની વિગત જાહેર કરવામાં આવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઇ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધત રહેશે તેમ જણાવવામાં આવ્યું હતુ.
કયો માર્ગ ઉપયોગમાં લેવાશે
તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા – આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. આ ઉપરાંત કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.