સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. જેમાં સાપ સંબંધિત વિવિધ પ્રકારના વીડિયો અવારનવાર જોવા મળે છે. ક્યારેક સાપ અને નોળિયાની લડાઈના વીડિયો જોવા મળે છે તો ક્યારેક માણસો સાપ સાથે રમતા હોય છે. આ દરમિયાનમાં એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વિડીયોમાં ફોટોશૂટ દરમિયાન એક મહિલા સાપને તેના ચહેરાની નજીક લાવે છે અને કેમેરા માટે પોઝ આપે છે, પરંતુ પછી સાપ ગુસ્સે થઈ જાય છે અને મહિલાના નાક પર હુમલો કરે છે. સાપ કરડવા છતાં મહિલા ગભરાઈ નહીં અને તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તેને જમીન પર મૂકી દીધો. આ વીડિયો @shhkodalera નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
આ અંગે લોકોએ પોતપોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે- કૃપા કરીને પૈસા કમાવવા અથવા વ્યૂ મેળવવા માટે પ્રાણીઓનો રમકડા કે પ્રોપ્સ તરીકે ઉપયોગ ન કરો, તે ઘૃણાજનક છે. આ સાથે અન્ય એક યુઝરે લખ્યું છે – ખબર નથી કે તમને આવું કરવાની પરવાનગી કોણે આપી, પરંતુ સાપના ચહેરાની આટલી નજીક હોવું એક મોટી ભૂલ છે.