આપણે બધાએ દુનિયામાં ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈ, સાંભળી અને વાંચી છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં તમે કપડાં પહેરીને જશો તો તમારો પ્રવેશ બંધ થઈ જશે, જી હા અહીં પ્રવેશ મેળવવો હોય તો નિર્વસ્ત્ર જ પ્રવેશ મળે છે. .. તમને ચોક્કસ સવાલ થશે કે એવી કેવી આ જગ્યા છે કે જ્યાં નગ્ન અવસ્થામાં જ પ્રવેશ મળે છે. આ છે ફ્રાંસનું એક મ્યુઝિયમ .. જે મ્યુઝિયમ લોકોને નગ્ન અવસ્થામાં અહીં આવવા અને કલાકૃતિઓ જોવા માટે આમંત્રિત કરી રહ્યું છે. જેની ચર્ચા આ દિવસોમાં દુનિયાભરમાં થઈ રહી છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ સમાચાર.
આ મ્યુઝિયમ ફ્રેન્ચ શહેર માર્સેલીમાં છે, જે માર્સેલી મ્યુઝિયમ તરીકે ઓળખાય છે.પ્રદર્શન જોવા આવતા લોકો માત્ર શૂઝ પહેરી શકે છે, તેનું કારણ કાદવથી બચવું અને લાકડાના ફ્લોર પર ચાલવાનું છે.
શા માટે આવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે?
ફ્રાન્સની FFN પ્રકૃતિવાદી સંસ્થાના વડા એરિક સ્ટેફનટએ AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે મ્યુઝિયમ મહિનામાં એકવાર તેના દરવાજા ખોલે છે, જ્યાં લોકો નગ્ન અવસ્થામાં કલાકૃતિઓને જોઈ શકે છે, કાદવથી બચવા માટે માત્ર ચંપલ પહેરે છે. આવા એક્ઝિબિશનની જરૂર કેમ પડી તેનો જવાબ એ છે કે ફ્રાન્સના માર્સેલીમાં આવેલા મ્યુઝિયમમાં યુરોપના પ્રાકૃતિકતાના ઈતિહાસને દર્શાવતી નગ્ન મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી રહી છે અને લોકો ઈચ્છે છે કે તેઓ ચંપલ સિવાય કોઈ પણ કપડા વગર તેમની સાથે જોડાય.