પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર કહ્યા. પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
‘એક અને એક મળીને 11 બને છે’
પીએમ મોદી સાથેની મુલાકાત અંગે ટ્રમ્પે કહ્યું કે, આગળ મોટા વેપાર સોદા થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન વેપાર કરારની અપેક્ષા છે. “અમે ભારત અને અમેરિકા માટે કેટલાક મોટા વેપાર સોદા કરવા જઈ રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી માનવતાને લાભ આપશે’ જેમ ટ્રમ્પ આપણને અમેરિકાને ફરીથી મહાન બનાવવાની યાદ અપાવે છે, તેવી જ રીતે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું એ 1.4 અબજ ભારતીયોની આકાંક્ષા અને સંકલ્પ છે. આપણી મુલાકાતનો અર્થ એ છે કે એક અને એક મળીને 11 બને છે જે માનવતા માટે સાથે મળીને કામ કરશે. ટ્રમ્પે કહ્યું કે, વડા પ્રધાન મોદી ખૂબ સારું કામ કરી રહ્યા છે, તેઓ એક મહાન નેતા છે. ભારત અને અમેરિકા હંમેશા મિત્રો રહેશે.
President Trump often talks about MAGA.
In India, we are working towards a Viksit Bharat, which in American context translates into MIGA.
And together, the India-USA have a MEGA partnership for prosperity!@POTUS @realDonaldTrump pic.twitter.com/i7WzVrxKtv
— Narendra Modi (@narendramodi) February 14, 2025
‘ટ્રમ્પે મારું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું’
પીએમ મોદીએ કહ્યું, ‘હું ભારતના લોકો વતી તમારો આભાર માનું છું. મને ત્રીજી વખત ભારતમાં સરકાર ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપણે સમાન ઉર્જા અને ઉત્સાહ સાથે સાથે કામ કરીશું’. ટ્રમ્પે પીએમ મોદીને પોતાના ‘મિત્ર’ કહ્યા. તેમણે કહ્યું, ‘ભારત તેલ અને ગેસ ખરીદશે.’ આપણે વ્યવસાયની ચર્ચા કરીશું. ‘તમને વ્હાઇટ હાઉસમાં પાછા જોઈને આનંદ થયો’ પીએમ મોદીએ કહ્યું, ‘ટ્રમ્પે મારું જૂના મિત્રની જેમ સ્વાગત કર્યું’ તેમણે મને નમસ્તે ટ્રમ્પ અને હાઉડી મોદીની યાદ અપાવી છે.