ઓસ્ટ્રેલિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે.
ક્રિકેટમાં જેનો દબદબો છે તે ઓસ્ટ્રેલિયાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમ જાહેર કરી દીધી છે. શ્રીલંકા ટૂરમાંથી બહાર રાખવામાં આવેલા કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુ઼ડની ટીમમાં વાપસી થઈ છે. પેટ કમિન્સને કેપ્ટન તરીકે જાળવી રખાયો છે.
The Australia squad looking to win the #ChampionsTrophy for the first time since 2009.
More: https://t.co/jWdnadc1L7 pic.twitter.com/1BkKjTPup6
— ICC (@ICC) January 13, 2025
શું બોલ્યાં મુખ્ય પસંદગીકાર
મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ જણાવ્યું હતું કે, “આ એક સંતુલિત અને અનુભવી ટીમ છે જેનો મુખ્ય ભાગ અગાઉના વન-ડે વર્લ્ડ કપ, વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ, ગયા વર્ષે યુકેનો સફળ પ્રવાસ અને તાજેતરમાં પાકિસ્તાનની હોમ સિરીઝમાં સામેલ હતો.
ઓપનર જેક ફ્રેસર-મેકગર્કને બહાર રખાયો
ઓસ્ટ્રેલિયાએ તેના ઓપનર જેક ફ્રેસર મેકગર્કને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ કર્યો નથી. પાકિસ્તાન સામેની વનડે સીરિઝમાં કંગાળ બેટિંગ બાદ મેકગર્કને પડતો મૂકાયો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમ : પેટ કમિન્સ (કેપ્ટન) એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડિ, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગલિસ, માર્નુસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્ક્સ સ્ટોઈની, એડમ ઝંપા
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Australia has announced their 15-member preliminary squad for the upcoming Champions Trophy 2025, to be held in Pakistan and the UAE 🇦🇺🏆#Australia #ODIs #ChampionsTrophy #Sportskeeda pic.twitter.com/fovuRLneAq
— Sportskeeda (@Sportskeeda) January 13, 2025
19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ
મિનિ વર્લ્ડ કપ તરીકે ઓળખાતી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. ભારતની તેની તમામ મેચ દુબઈમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ સામે 20 ફેબ્રુઆરીએ પહેલી મેચ રમશે.
ભારતીય ટીમ ક્યારે જાહેર થશે
ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતીય ટીમ 18-19 જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે.