કિડની આપણા શરીરની અંદરના તાપમાન અને ભેજને કંટ્રોલ કરે છે. કિડની શરીરમાં પાણીની જરૂરિયાત પણ પૂરી કરે છે. આપણે પાણી પીએ છીએ ત્યારે તે શરીરને અંદરથી સાફ કરીને બહાર નીકળે છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પેશાબનો રંગ આપણને જે તે બીમારીનો સંકેત આપે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, પેશાબના રંગ દ્વારા રોગો કેવી રીતે ઓળખ કરી શકાય છે.
સફેદ
પેશાબનો રંગ એકદમ સફેદ હોય તો તમે ઓવર હાઇડ્રેટેડ છો જે તમારા સ્વાસ્થ્ય માટે સારો સંકેત નથી માનવામાં આવતો. પેશાબમાં કેલ્શિયમ, ઓક્સાલેટ અને ફોસ્ફેટનું પ્રમાણ વધે છે તે સ્થિતિમાં પેશાબનો રંગ સફેદ થઈ જાય છે. સાથે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનમાં પણ પેશાબનો રંગ સફેદ થઈ જાય છે.
ડાર્ક બ્રાઉન અથવા ઘાટ્ટો પીળો
ડાર્ક બ્રાઉન અથવા ઘાટ્ટા પીળા રંગનો પેશાબ ડિહાઇડ્રેશનની સમસ્યા સૂચવે છે, મતલબ કે તમારા શરીરમાં પાણીની ઉણપ છે. પાણીની ઉણપ સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. જે લીવર સંબંધિત સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. અમુકવાર દવાઓની આડઅસરને કારણે પેશાબનો રંગ ડાર્ક બ્રાઉન થઈ જાય છે.
આછો પીળો
પેશાબનો રંગ આછો પીળો હોય તો તે હેલ્થી હોવાની નિશાની છે. હેલ્થી રહેવા માટે દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જરૂરી છે. તે શરીરનું તાપમાન કંટ્રોલ કરે છે.
ઓરેન્જ
જો પેશાબનો રંગ ઓરેન્જ હોય તો તમારા લીવર સબંધિત સમસ્યા હોઈ શકે છે. એવુ પણ બની શકે કે લીવર નબળું પડી રહ્યું છે. તેના માટે શક્ય હોય તેટલું વધુ પાણી પીઓ અને ડૉક્ટર પાસે પણ જાઓ.
લાલ
તમે બ્લેકબેરી અથવા બીટરૂટ જેવા લાલ રંગનું ફળ નથી ખાધું છતાં તમારા પેશાબનો રંગ લાલ આવે તો સાવધાન થઈ જવું. જો પેશાબમાં લોહી આવે છે, તો તેનો અર્થ થાય કે તમારું પ્રોસ્ટેટ મોટું થઈ ગયું છે અથવા ગાંઠ કે કિડનીમાં સ્ટોન છે.