ટીમ ઈન્ડીયાના સ્ટાર વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃતીની ચર્ચા ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને કોહલીની ચિંતા સતાવવા લાગી છે. પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને હવે પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કોહલીની નિવૃતીને લઈને મોટું નિવેદન આપ્યું છે.
શું બોલ્યો માઈકલ ક્લા
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે એવું કહ્યું કે જો વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃતી લેશે તો ટીમ ઈન્ડીયામાં ભયંકર તબાહી આવશે. ક્લાર્કે સ્વીકાર્યું કે છેલ્લી કેટલીક મેચો વિરાટ માટે આસાન રહી નથી, તેના બેટમાંથી રન નથી આવ્યા પરંતુ સાથે જ તેણે કોહલીની પ્રતિભા અને તેની કુશળતાના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તે વિરાટ કોહલી છે. કોહલી એટલો શાનદાર ખેલાડી છે કે તે આવતીકાલે બેવડી સદી ફટકારી શકે છે. જ્યાં સુધી તે પોતે નિવૃત્તિ લેવાનું મન ન કરે ત્યાં સુધી તે રમત ચાલુ રાખી શકે છે. જો કોહલી હવે ટેસ્ટ ક્રિકેટ રમે છે, જો તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લે છે. મારા મતે ભારતીય ટીમને સૌથી વધુ નુકસાન થશે. ક્લાર્કે કહ્યું કે યાદ કરો કે પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી હતી. દુર્ભાગ્યવશ, તે પછી તેનું બેટ શાંત થઈ ગયું. જો હું એવી કોઈ ટીમનો કેપ્ટન હોત જેમાં વિરાટ કોહલી હતો, તો હું જાણું છું કે તેણે અપેક્ષા મુજબનો સ્કોર કર્યો નથી, તો પણ હું તેને મારી ટીમમાં રાખવાનું સમર્થન કરીશ.
શું બોલ્યો હતો પેટ કમિન્સ
કોહલીની સંભવિત નિવૃતીના સમાચાર જાણીને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ ખુબ દૂખી થયો છે. કોહલી પર બોલતાં કમિન્સે કહ્યું કે જો બોર્ડર ગાવસ્કર ટ્રોફી કોહલીની ટેસ્ટ કરિયરની છેલ્લી મેચ હશે તો તે ખૂબ દુખની વાત હશે. કમિન્સે આગળ કહ્યું કે “તે હંમેશા અદ્ભુત હરીફાઈ રહી છે. તેણે બનાવેલા રન કરતાં વધુ, તે રમતમાં મજા લાવે છે. તેની સાથે રમવાની ખરેખર મજા આવી. તમે જાણો છો, તે છેલ્લા એક દાયકાથી સ્ટાર બેટ્સમેનોમાંનો એક છે. તમે જાણો છો, જો તમે તેની વિકેટ મેળવો છો તો તે રમત જીતવા માટે ખૂબ જ આગળ વધે છે તેથી હા, જો તે તેની છેલ્લી શ્રેણી હોય તો તે દુઃખની વાત હશે.