ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ગઈ કાલે પર્થમાં ઈન્ડિયાએ પોતાને નામ કરી હતી. ઈન્ડિયાએ કુલ 295 રન બનાવીને 1-0 ની લીડ મેળવી છે અને ટીમ ઈન્ડિયા આ જીત સેલિબ્રેટ કરી રહી છે ત્યારે ટીમના કોચ ગૌતમ ગંભીર ભારત પાછા આવ્યા છે જેની પાછળ કોઈ મોટું કારણ હોવાની વાત સામે આવી છે.
કેમ ભારત પાછા ફર્યા ગંભીર
મળતી માહિતી મુજબ પારિવારિક કારણોને લીધે હાલ ગંભીર ભારત પરત આવ્યા છે. તેઓ બીજી ટેસ્ટ પહેલા કૈનબરામાં જે 2 દિવસની પ્રેક્ટિસ મેચ થશે તેમ હજાર નહીં રહી શકે, આ પ્રેક્ટિસ મેચ 30 નવેમ્બરના રોજ થશે.. જો કે કોચ ગંભીર બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં જોઇન કરી લેશે.
બીજી મેચ 6 ડિસેમ્બરે રમાશે
પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી મેચ ગઈકાલે પર્થમાં પૂરી થઈ અને તેમાં ઈન્ડિયાએ જીત મેળવી હવે બીજી મેચ 6 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે અને પારિવારિક કારણોને લીધે ભારત પાછા ફરેલા કોચ ગંભીર એ પહેલા ટીમ ઈન્ડિયા પાસે પહોંચી જશે. આ સાથે રોહિત શર્મા જે તેમના બીજા બાળકને લીધે પહેલી ટેસ્ટમાં હજાર નહોતા તે પણ પાછા ફરશે અને ટીમની સુકાની સંભાળશે.
પર્થમાં સુકાની હતો બુમરાહ
શર્માની અવેજીમાં પર્થમાં રમાયેલી મેચમાં જસપ્રિત બુમરાહે સુકાની સાંભળી હતી. અને ટીમનું મેચમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. મેચમાં યશસ્વી અને વિરાટે સદી ફટકારી હતી અને કેપ્ટન બુમરાહ મેન ઑફ ધ મેચ બન્યો હતો.