ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલઈ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન 19 વર્ષના પ્લેયર સેમ કોન્સટાસ અને કોહલી બંને આમને સામને આવી ગયા હતા. બંને વચ્ચે ધક્કામુક્કી થયાનો વિડીયો સામે આવ્યો છે ત્યારે ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો.
શું છે પૂરો મામલો
10 ઓવર પૂરી થયા પછી ઑસ્ટ્રેલિયાની ટીમે 44 રન બનાવી હતા જે બાદ કોન્સટાસ જગ્યા બદલીને બીજા છેડે આવી ગયો હતો. આ દરમિયાન કોહલી સ્પીડમાં ચાલતો કોન્સટાસ પાસે આવ્યો અને તેને ધક્કો માર્યો, ત્યારબાદ આ યુવા પ્લેયરે ગુસ્સામાં આવીને કોહલીને કશું કહ્યું અને કોહલીએ પણ તેનો જવાબ આપ્યો. ત્યારે ઉસ્માન ખ્વાજા અને એમ્પાયર ત્યાં પહોંચ્યા અને બંનેને સમજાવીને અલગ કર્યા.
Kohli and Konstas come together and make contact 👀#AUSvIND pic.twitter.com/adb09clEqd
— 7Cricket (@7Cricket) December 26, 2024
શું કહ્યું કોન્સટાસે?
ડ્રિંક બ્રેક દરમિયાન કોન્સટાસે આ મામલે કહ્યું કે ” મેદાન પર જે થાય છે તે મેદાન પર જ રહે છે”. જોસ બટલર બાદ કોન્સટાસ માત્ર બીજો એવો બેટર છે કે જેને ટેસ્ટમાં બૂમરાહની ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા હતા. કોન્સટાસે 65 બોલમાં 60 રન બનાવીને આઉટ થયાઓ હતો. તેણે જાડેજાને આઉટ કર્યો હતો. તેણે કુલ 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 92.31 ની સ્ટ્રાઈક રેટ રાખી હતી.