હાલમાં હિરા ઉદ્યોગમાં મંદીના કારણે કારણે રત્ન કલાકારોને હાલાકી વેઠવાની વારી આવી છે. ત્યારે આ ઘટનાને લઇ હિરાઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ વાત કરી હતી. જેમાં હીરા ઉદ્યોગને હડકંપ આવે તેવું ઉદ્યોગ અગ્રણી ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે SRKના ફાઉન્ડર ગોવિંદ ધોળકીયાના લેબગ્રોન ડાયમંડના નિવેદનને લઇ ચર્ચામાં જોવા મળ્યા છે.
ટનના હિસાબે વેચાશે…
આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનું મુખ્ય કારણ લેબગ્રોન ડાયમંડ છે. આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે, આ લેબગ્રોન ડાયમંડના કારણે હિરા ઉદ્યોગમાં મંદી થવા પામી છે.
જુનાગઢમાં કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ આપેલ નિવેદન ચર્ચામાં આવ્યું હતું. ગોવિંદ ધોળકિયા નું કહેવું છે કે ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ ટનના હિસાબે વેચાશે. હાલ હીરા ઉદ્યોગમાં 2 વર્ષથી મંદી છે તેનું મુખ્ય કારણ લેબગ્રોન ડાયમંડ છે. ત્યારે ગોવિંદ ધોળકિયાએ આપેલ નિવેદનના કારણે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.