શિયાળી શરૂઆત થઇ ચુકી હોય તેમ લાગી રહ્યું છે. આજ સવારથી ઠંડીનું જોર રાજ્યભરમાં વધ્યું હતું. જેમાં રાજ્યમાં લઘુતામ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. જેમાં નલિયામાં 13.0 ડિગ્રી તાપનામ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે.
સૌથી ઠંડું નલિયા
બીજી તરફ ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસામાં 14.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું છે. બીજી તરફ રાજકોટમાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે સુરત 21.0 ડિગ્રી અને વડોદરા 14.6 ડિગ્રી સાથે ઠંડું રહ્યું હતું.
સ્વેટરનું વેચાણ શરૂ
મોટા ભાગે નવરાત્રિ બાદ સ્વેટરનું વેચાણ શરૂ થઇ જતું હોય છે ત્યારે ચાલુ વર્ષે ઠંડી ઓછી પડતા શિયાળું કપડા વેચાવવાની શરૂઆત મોડી થઇ હતી. ત્યારે છેલ્લા 2 દિવસથી ઠંડીમાં વધારો થતા લોકો ગરમ કપડા લેવા માટે ઉમટી પડ્યા છે.