ફેમસ ભવિષ્યવેતા બાબા વેંગાનું માનીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવામાં માત્ર અમુક જ મહિના બાકી છે. બુલ્ગારિયાની રહેવાસી બાબા વેંગાએ પાછળની સદીના અંતમાં દુનિયાને અલવિદા કહ્યું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણી મોત બાદ પણ સાચી થઈ રહી છે. તેમણે ત્રીજા વિશ્વયુદ્ધને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને આ સમયે દુનિયામાં જેવા સંજોગો છે, તેને જોઈને લાગે છે કે આ ભવિષ્યવાણી હકીકત બનવા જઈ રહી છે.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી બની હતી હકીકત
બાબા વેંગા બાળપણમાં જોવાની શક્તિ ખોઈ નાખી હતી, પરંતુ તેમણે દુનિયામાં થનારી ઘણી મોટી ઘટનાઓ વિશે પૂર્વાનુમાન લગાવ્યું હતું. તેમ 9/11 નો આતંકવાદી હુમલો, રાજકુમારી ડાયનાનું મોત અને બ્રિટેનનું યુરોપિયન સંઘમાંથી નીકળવા વિશેની ભવિષ્યવાણી સામેલ હતી. જોકે હવે તેમની એક નવી ભવિષ્યવાણી દુનિયા માટે ખૂબ ખરાબ ખબર લાવી શકે છે.
ક્યારે થશે ત્રીજું વિશ્વ યુદ્ધ
બાબા વેંગાને પોતાની સટીક ભવિષ્યવાણીઓના કારણે બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1996માં પોતાની મોત પહેલા ભવિષ્યવાણી કરી હતી કે સિરીયાના પતન બાદ ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. સિરીયાથી મળતી ખબરોને જોઈને લાગે છે કે હવે બાબા વેંગાની ભવિષ્યવાણી પૂરી થવામાં બહુ વાર નથી.
સિરીયામાં શરૂ થઈ ગઈ છે જંગ
છેલ્લા અમૂક અઠવાડિયામાં ઈસ્લામિક વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ શાસન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે. છેલ્લા મૂક વર્ષો બાદ વિદ્રોહીઓએ આ હુમલો કર્યો છે. માત્ર થોડા દિવસોમાં વિદ્રોહીઓએ દેશના બીજા સૌથી મોટા શહેર એલેપ્પો પર કબજો કરી લીધો છે. અસદની સરકારી સેના શહેર છોડીને પાછા ફર્યા છે. વિદ્રોહીઓ મોટી સંખ્યામાં સરકારી સૈનિકોને મારીને આગળ વધી રહ્યા છે.