બનાસકાંઠા જિલ્લામાં વધુ એક તાલિબાની સજા આપવાની ઘટના જોવા મળી હતી. જેમાં એક અઠવાડિયા અગાઉ આ સજાની ઘટના સામે આવી હતી. જેમાં દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સોએ 2 યુવકોને તાલિબાની સજા આપી હતી.
મળતી માહિતી મુજબ યુવતીને ઉપાડી જવાના આક્ષેપ સાથે લોકોએ માર્યો માર હતો. જેમાં માર મારીને યુવકના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા તે આગથળા પોલીસ વિસ્તારનો હોવાનું અનુમાન છે. ત્યારે એક સપ્તાહમા તાલિબાની સજાની આ બીજી ઘટના આવી સામે આવતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે.
બનાસકાંઠામાં તાલિબાની સજાનો વધુ એક વીડિયો વાયરલ | VTV Gujarati #banaskantha #banaskanthanews #viralvideo #viralnews #gujarat pic.twitter.com/Env30lCO4A
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 17, 2025
થોડા દિવસ પહેલાની ઘટના
જિલ્લામાં ગત અઠવાડિયામાં આવી ઘટના સર્જાઇ હતી. જેમાં પ્રેમિકાને મિત્રો સાથે મળવું જવું યુવકને ભારે પડ્યું છે. એક યુવક તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. તે સમયે અમુક લોકોએ તેને ઝડપી પાડ્યો અને તેને માર મારવામાં આવ્યો હતો. જે બાદ પ્રેમી યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી.