જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની સ્થિતિનું ખૂબ મહત્વ છે. ગ્રહની સ્થિતિ દ્વારા કોઈ પણ જાતકનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વની ખબર પડે છે. એવામાં ન્યાયના દેવ શનિદેવ 27 ડિસેમ્બર 2024 એ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે.
1. શનિ નક્ષત્ર પરિવર્તન
એવામાં હવે નવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં ઘણા ગ્રહો પોતાની ચાલ બદલાશે. પરંતુ ન્યાયના દેવ શનિદેવ 27 ડિસેમ્બર 2024 એ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે.
2. ભાદ્રપદ નક્ષત્ર
27 ડિસેમ્બરે શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. તો ચાલો જાણીએ કે શનિ નક્ષત્ર પરિવર્તનથી કઈ-કઈ રાશિઓને લાભ મળશે.
3. મેષ
નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે. ઓફિસમાં કામની પ્રશંસા થઈ શકે છે. પ્રગતિની નવી તકો મળશે. માતા-પિતા અને ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ મળશે. વિદેશથી જોડાયેલા કામ કરતા જાતકોને ફાયદો થશે.
4. તુલા
ધનથી જોડાયેલી પરેશાની પૂરી થશે. ખર્ચ ઘટશે અને આવકના સ્ત્રોત મજબૂત થશે. જૂના ઇવેસ્ટનો લાભ મળશે. શિક્ષણ અને કરિયર શાનદાર રહેશે. જે લોકો સ્કૂલ કોલેજમાં છે તેમણે સારા સમાચાર મળશે. સંબંધોમાં તણાવ પૂરો થશે.
5. કુંભ
જો તમે ઇન્વેસ્ટ કરેલું છે તો તેને સારો લાભ મળી શકે છે. ક્રિએટિવ ફિલ્ડમાં કામ કરતા લોકોનો સારો ટાઈમ શરૂ થશે. તમને કોઈ મોટી ચિંતાથી છુટકારો મળશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. સંતાન પાસેથી સારા સમાચાર મળશે.