માર્ચ મહિનામાં જ્યોતિષની દ્રષ્ટિ મહત્વનું પરિવર્તન થવાનું છે. 30 વર્ષ બાદ મીન રાશિમાં સૂર્ય, શનિ અને શુક્રનો સંયોગ બનશે. જેની અસર કેટલીક રાશિ પર સકારાત્મક પડવાની છે.
1. ત્રિગ્રહી યોગ
વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને ત્રિગ્રહી અને રાજયોગનું નિર્માણ કરે છે, જેની અસરો માનવ જીવન, દેશ અને વિશ્વ પર જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં સૂર્ય, શનિ અને શુક્રની યુતિ થવા જઈ રહી છે. આ સંયોગ 30 વર્ષ પછી મીન રાશિમાં બનશે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ઉપરાંત, આ રાશિના જાતકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
2. મીન
આ યોગ મીન રાશિના લગ્ન ભાવમાં બનવાનો છે. આથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય દરમિયાન વ્યવસાયમાં નવી તકો મળશે. ભાગીદારીમાં વ્યાપાર કરનારને મોટો પ્રોજેક્ટ મળી શકે છે. જૂના કસ્ટમરથી લાભ મળવાની શક્યતા છે. પરિણીત લોકોનું વિવાહિત જીવન સારું રહેશે. અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
3. કર્ક
ત્રિગ્રહી સંયોગ કર્ક રાશિના ભાગ્ય સ્થાનમાં બનવાનો છે. જેથી તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ સિવાય નોકરી પર સકારાત્મક અસર પડશે, પ્રમોશન કે નવી નોકરી મળવાની શક્યતા છે. વર્કપ્લેસ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. આ દરમિયાન તમે કોઈ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તમે પૈસા બચાવી શકશો.
4. ધન
આ ત્રિગ્રહી યોગ તમારી કુંડળીના ચોથા ભાવમાં બનવાનો છે. જેથી આ દરમિયાન તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. લક્ઝરી વસ્તુ પણ ખરીદી શકો છો. પારિવારિક જીવન સારું પસાર થશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. તમે મિલકત અથવા વાહન ખરીદી શકો છો. સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે. માતા સાથેનો સંબંધ પહેલા કરતાં વધુ મજબૂત બનશે.