આપણા હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરવું અને દાન કરવું ખુબ જ જરૂરી છે. જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજા સૂર્યના આ રાશિમાં પ્રવેશ થવાથી કયા જાતકોનું ભાગ્ય બદલાશે.
1. સૂર્યની અસર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજા સૂર્ય, ચોક્કસ સમયગાળા પછી રાશિચક્રમાં ફેરફાર કરે છે. 15 જાન્યુઆરી 2024ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ અને થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસી રહેવું જોઈએ. તો ચાલો જાણો કઈ રાશિ પર સૂર્યની થશે અસર…
2. મેષ રાશિ
તમને તમારી કારકિર્દીમાં મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. તમે ખૂબ પ્રગતિ કરશો, અને આ સમયગાળા દરમિયાન, તમારા પિતાની પણ પ્રગતિ થશે.
3. વૃષભ રાશિ
તમે તમારા મનસપંદ કાર્યમાં જે મહેનત કરશો, તેનું ફળ ચોક્કસરૂપે મળશે અને ધાર્મિક કાર્યોમાં પણ તમારી રુચિ વધશે.
4. મિથુન રાશિ
સૂર્યના સંક્રમણથી તમારું આયુષ્ય વધશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. જીવનસાથી સાથે તમારો સંબંધ વધુ મજબૂત બનશે.
5. કર્ક રાશિ
સૂર્યના ગોચરને કારણે તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે અને તમારું દાંપત્ય જીવન સુખી રહેશે. અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે.
6. સિંહ રાશિ
આ રાશિના લોકોએ મિત્રો સાથે સારા સંબંધો બાંધવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. કોઈ મિત્ર સાથે વિવાદ પણ થઈ શકે છે. આથી સંબંધોમાં થોડું ધ્યાન રાખવું પડશે.
7. તુલા રાશિ
સૂર્યના આ સંક્રમણથી તમને તમારા કામમાં તમારી માતાનો સંપૂર્ણ સહયોગ મળશે. તે તમને દરેક પગલામાં સાથ આપશે, જમીન અને મકાનનું સુખ પણ પ્રાપ્ત થશે.
8. મીન રાશિ
આ રાશિના લોકોની આવક સારી થશે. આ રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત પણ મળશે, અને જે પણ ઈચ્છા હશે તે પૂર્ણ થવાની સંભાવના વધી શકે છે.