16મી ડિસેમ્બરના રોજ બુધ સીધો વૃશ્ચિક રાશિમાં હવે પરિવર્તિત થશે, જેની સીધી અસર દેશ અને દુનિયા પર પડશે. બુધના પરિવર્તિત થવાથી કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થશે તો કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર થશે. તો ચાલો જાણીએ કે, બુધ ગ્રહના પરિવર્તિત થવાથી કઈ રાશિના જાતકોએ આગામી 1 મહિના સુધી સાવધાન રહેવું પડશે.
ધન રાશિ
ધન રાશિના બારમા ભાવમાં બુધનો સીધો ગોચર થવાનો છે. આ સમયે તમારે કામમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર થોડો તણાવ થઈ શકે છે. સફળતા મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. ધન રાશિના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પૈસા કમાવવામાં નિષ્ફળતા મળશે. તમારે આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.
મીન રાશિ
મીન રાશિના લોકોના નવમા ઘરમાં બુધનું સંક્રમણ થઈ રહ્યું છે. તમારા સુખી જીવનમાં ખુશીઓનો ઘટાડો થઈ શકે છે. સફળતાના માર્ગમાં અવરોધો આવી શકે છે. કાર્યસ્થળ પર મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. મીન રાશિના જાતકોને પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. વેપારમાં નુકસાન થઈ શકે છે. અંગત જીવનમાં પણ કેટલીક સમસ્યાઓ આવી શકે છે.
આ બંને રાશિના જાતકોએ આગામી 1 મહિના સુધી વધુ સાવચેતી રાખવી પડશે. આ રાશિના લોકોએ થોડું ધૈર્ય પણ રાખવું પડશે.