મંગળ અને શનિ એકબીજાથી છઠ્ઠા અને આઠમ ભાવમાં હોવાને લીધે ષડાષ્ટ્ક યોગનું નિર્માણ થયું છે જે આગામી 20 જાન્યુઆરી 2025 સુધી રહેશે. શનિ અને મંગળનો આ યોગ અમંગળ કરનારો ગણાય છે આનાથી દુર્ઘટના, હાનિ થઈ શકે છે. 21 જાન્યુઆરીએ મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે એ પહેલા આ 3 રાશિઓના જાતકોને તકલીફનો સામનો કરવો પડી શકે છે.
કર્ક
મંગળ અને શનિ દ્વારા રચાયેલા ષડાષ્ટક યોગના અશુભ પરિણામની અસર કર્ક રાશિના જાતકો પર પડશે આથી આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવી જરૂરી છે. ખર્ચ વધી શકે છે. નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવી પડશે. તમારા કામ પર કોઈ કારણ વગર પ્રશ્ન ઉઠાવવામાં આવી શકે છે. મન કોઈ કારણ વગર મૂંઝવણ અનુભવશે. એક અલગ પ્રકારનો ડર તમને રહી શકે છે. શક્ય તેટલું પ્રાર્થનામાં સમય ગાળો. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થશે.
સિંહ
સિંહ રાશિ માટે ષડાષ્ટક યોગ તકલીફ આપનાર રહેશે. દલીલોથી દૂર રહેશો તો સારું રહેશે. મન ખુશ થઈ શકે છે. વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે તેની માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે. તણાવથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે. થોડા દિવસો માટે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળજો. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.
મકર
મકર રાશિના લોકોએ 21 જાન્યુઆરી પહેલા સાવધ રહેવું પડશે. કોઈપણ પ્રકારની બેદરકારી તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. મંગળ અને શનિ દ્વારા રચાયેલ ષડાષ્ટક યોગ અશુભ પરિણામો લાવી શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. મુસાફરી કરતી વખતે સાવચેતી જરૂરી. સ્થાવર મિલકત બાબતે વિવાદો થઈ શકે છે. પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. શનિદેવની ઉપાસના ફળદાયી રહેશે. પીપળાના ઝાડ પાસે દરરોજ તેલનો દીવો કરવો.
