શુક્ર આગામી દિવસોમાં તેની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનથી ચાર જેટલી રાશિ પર અશુભ અસર થવાની છે. જેમાં તેમના સુખ અને સંપત્તિમાં ઘટાડો થશે. જીવનમાં કારકિર્દીથી લઈને કૌટુંબિક જીવન સુધીમાં અનેક ઉતાર-ચઢાવ આવશે.
1. શુક્ર ગોચર
આગામી 28 જાન્યુઆરીએ સવારે 6:41 વાગ્યે શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. પરંતુ મીન રાશિનો સ્વામી ગુરુ છે અને ગુરુ અને શુક્ર વચ્ચે સંબંધ શત્રુતાપૂર્ણ છે. આ સમય દરમિયાન રાહુ પણ શુક્રની સાથે મીન રાશિમાં રહેશે. આથી શુક્ર તેની ઉચ્ચ રાશિમાં હોવા છતાં તે અનેક રાશિઓને નકારાત્મક પરિણામો આપશે. જેથી તે રાશિના લોકોએ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. ચાલો જાણીએ કે, શુક્રના ગોચરથી કઈ રાશિઓ પર નકારાત્મક અસર થવાની છે.
2. મેષ
શુક્રનું ગોચર મેષ રાશિના લોકોના 12મા ભાવમાં થવાનું છે. આ દરમિયાન તમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવ સ્થિતિમાં તમારી નાણાકીય પરિસ્થિતિ પ્રત્યે ખૂબ સાવધાન રહેવું પડશે. આ સિવાય તમારા ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે. આ ખર્ચા તમારા માટે ફક્ત ખુશીઓ લાવશે. જો તમે ક્યાંક પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો કોઈની સલાહ લીધા બાદ જ કોઈ નિર્ણય લેવો. આ સમય દરમિયાન તમારે નાની બીમારીઓનો પણ સામનો કરવો પડી શકે છે. આથી તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો.
3. મિથુન
મિથુન રાશિના લોકો માટે શુક્રનું ગોચર વધુ મુશ્કેલીકારક નહીં રહે. તમે તમારા વ્યાવસાયિક જીવનને વધુ પ્રાથમિકતા આપશો જેના કારણે તમારા પરિવારના સભ્યો તમારાથી નારાજ થઈ શકે છે. તમારા માટે વ્યાવસાયિક અને અંગત જીવનને સંતુલિત કરવું થોડું મુશ્કેલ બનશે. પણ સાથે તમારા વ્યાવસાયિક જીવનમાં ખૂબ સારું પ્રદર્શન કરશો. આ ગોચર તમારા વ્યાવસાયિક જીવન માટે ખૂબ જ સારું સાબિત થશે, પરંતુ તમારા પરિવારને તમારી સામે ફરિયાદો ઊભી થઈ શકે છે.
4. તુલા
તુલા રાશિના લોકો માટે શુક્રનું ગોચર છઠ્ઠા ભાવમાં થવાનું છે. આ ગોચર તમારા માટે ખાસ અનુકૂળ નહીં રહે. તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે તમને પૂરતા સંસાધનો નહીં મળે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે આ ગોચર તમારા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરશે. તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. સફળતા માટે તમારે ખૂબ પ્રયત્નો, ધીરજ અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
5. મીન
મીન રાશિના લોકોનું આ દરમિયાન સ્વાસ્થ્ય થોડું નબળું રહેવાનું છે. તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. પરંતુ તમે તમારા સ્વાસ્થ્યને કારણે થોડા ચિંતિત રહી શકો છો. આથી તમારે તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું.
