વર્ષ 2025માં સુર્ય અને મંગળનો ‘ષડાષ્ટક યોગ’ બનશે, આ યોગથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થશે તો કેટલીક રાશિના જાતકોને નુકસાન થશે. ચાલો જાણીએ કે, કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
ધન રાશિ:
આ રાશિના જાતકોએ સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે. તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બીજું કે, તેમના કારકીર્દીમાં એકદમથી જ મુશ્કેલી સર્જાઈ શકે છે. એવામાં તમારે નોકરીને લઈને એક મોટો નિર્ણય લેવો પડી શકે છે. જીવનસાથી જોડે થોડાંક અણબનાવ બની શકે છે. જો તમે બિઝનેસ કરી રહ્યા છો એ પણ ભાગીદારીમાં તો સાવધાન રહેજો, કેમ કે બિઝનેસમાં નુકસાન આવી શકે છે.
કર્ક રાશિ:
આ રાશિના જાતકોએ સંભાળીને કામ કરવું. શરૂ થયેલા કામોમાં અટકળો આવી શકે છે અને ખર્ચાઓમાં પણ વધારો થઈ શકે છે. તમારા જીવનસાથીને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. તમારી એકાગ્રતા જળવાશે નહીં અને જે વિદ્યાર્થીઓ છે તેઓને પણ શૈક્ષણિક ક્ષેત્રે મુશ્કેલી આવી શકે છે. માતા-પિતા પણ તેમના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત રહેશે.
કન્યા રાશિ:
આ રાશિના જાતકોને અવાર-નવાર બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. સંતાન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. આ રાશિના જાતકોએ તેમની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. બીજું કે, આ રાશિના જાતકોને માનસિક તણાવ થઈ શકે છે. પૈસા બાબતે સંગર્ષ કરવો પડશે અને મહેનતનું ધાર્યું એવું ફળ તમને મળશે તેવી સંભાવના ઓછી છે.