હિન્દુ ધર્મમાં દરેક તિથીનું અલગ વિશેષ મહત્ત્વ હોય છે તેમાં અમાસનું પણ સવિશેષ મહત્ત્વ છે. આ વખતે જે અમાસ આવશે તેને મૌની અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસે ખાસ પૂજા-સાધના કરવી જોઈએ. આજના દિવસે ખાસ કરીને ઇષ્ટદેવની સાથે પિતૃઓની પૂજાનું પણ મહત્ત્વ છે. પિતૃઓની પૂજા કરવાથી તમારા અટકેલાં કામ આગળ વધશે તો સાથે જીવનમાં પણ સુખ શાંતિનો અનુભવ થશે.
મૌની અમાસના દિવસે કરવાના ઉપાયો
– મૌની અમાસના દિવસે તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો, તેમનું સ્મરણ કરો અને ત્યારબાદ સૂર્યને અર્ઘ્ય આપો.
– સૂર્ય દેવને જળ ચડાવો એમ લાલ ફૂલ અને કાળા તલ જરૂર ઉમેરો. કાળા તલની બનેલી વસ્તુઓનું દાન કરો.
– મૌની અમાસના દિવસે પીપળના ઝાડની 108 પરિક્રમા કરો અને તમારા ઇષ્ટદેવને સફેદ રંગની મીઠાઇ અર્પણ કરો. પીપળના ઝાડ નીચે એક ચારમુખ વાળો દીવો પ્રજ્વલિત કરો, તેમાં 2 લવિંગ ઉમેરો અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાના નિવારણ માટે
પ્રાર્થના કરો.
– મૌની અમાસના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ધાબળ, આમળા, તલનું તેલ, તલની વાનગીઓનું દાન કરો.
– દાન કરતી વખતે તમારા ઇષ્ટદેવ એન પિતૃઓ પાસે સુખ-સાધન અને સંપન્નતાની પ્રાર્થના કરો, તમારું જીવન ખુશીઓથી છલકાઈ જશે.
મૌની અમાસના દિવસે આ મંત્રોનો જાપ કરો
ઓમ શ્રી પિત્રાય નમઃ
ઓમ શ્રી પિતૃદેવાય નમઃ
ઓમ શ્રી પિતૃભ્યૈ નમઃ
ઓમ શ્રી સર્વ પિતૃ દેવતાભ્યો નમો નમઃ
ઓમ પિતૃગણયા વિદ્મહે જગત ધારિણી ધીમહિ તન્નો પિત્રો પ્રચોદયાત્ ઓમ દેવતાભ્યઃ પિતૃભ્યશ્ચ મહાયોગિભ્ય તથા ચ.
નમઃ સ્વાહાય સ્વાધ્યાય નિત્યમેવ નમો નમઃ ઓમ આદ્ય ભૂતાય વિદ્મહે સર્વ સેવાય ધીમહિ.
શિવ-શક્તિ સ્વરૂપેણ પિતૃદેવ પ્રચોદયાત્
આ મંત્રોના જાપ ઉપરાંત પિતૃ કવચ, પિતૃ સ્તોત્ર, પિતૃ સૂક્તમનો પણ પાઠ કરવો જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહેશે અને તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે.