27 ફેબ્રુઆરી, 2025ના રોજ, બુધ ગ્રહનું મીન રાશિમાં ગોચર થશે, જ્યાં શુક્ર પહેલેથી જ હાજર હશે. મીન રાશિમાં આ બે ગ્રહોનો સંયોગ એક અદ્ભુત યોગ બનાવશે. તે જ સમયે, 7 મે, 2025ના રોજ સવારે, બુધ ગ્રહનું મેષ રાશિમાં ગોચર કરશે. બીજું કે, શુક્ર 31 મેના રોજ મેષ રાશિમાં ગોચર કરશે. હવે બુધ અને શુક્રના આ ગોચરથી ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’ બનશે. હવે જાણો કે, આ રાજયોગ કઈ ચાર રાશિને રાજા બનાવશે,
મિથુન રાશિ
આ રાશિના જાતકોના અટકેલાં કામો જલ્દી જ પુરા થશે. જો ઘર ખરીદવાનું સપનું હોય કે જમીન ખરીદવાની ઈચ્છા હોય તેવા જાતકો માટે આ સમય શુભ રહેશે. પારિવારિક માહોલમાં સુધારો આવશે અને તમારા પરિવાર સાથે સારો એવો સમય પસાર કરી શકશો. લગ્નજીવનમાં તમને તમારા સાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. માનસિક સમસ્યા જો હશે તો તે દૂર થઇ જશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગની શુભ અસર થવા જઈ રહી છે. કરિયરમાં પ્રગતિની સાથે મોટા આર્થિક લાભ પણ થઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિની ધંધાકીય સ્થિતિ સુધરી શકે છે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. નોકરી કરનાર વ્યક્તિઓને સારી એવી તક મળશે. આ યોગ દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. બીજું કે, બિઝનેસ માટે વિદેશ જવાની સુવર્ણ તક મળી શકે છે. વિદેશ યાત્રા સફળ સાબિત થઈ શકે છે. વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
આ યોગના પ્રભાવથી વ્યક્તિને આર્થિક લાભ થઈ શકે છે. ઉચ્ચ ગુણવત્તાની નોકરી મળી શકે છે. વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સારો સુધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં આર્થિક લાભની ઘણી તકો મળવાની છે. વર્કિંગ પ્રોફેશનલ્સને લક્ષ્મી નારાયણ યોગ દ્વારા બિઝનેસ મેનેજર તરફથી ખૂબ જ સહયોગ મળશે. વ્યક્તિનું સામાજિક સન્માન વધી શકે છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિને ધન પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મળી શકે છે.
મીન રાશિ
આ રાશિના જાતકોને લક્ષ્મી નારાયણ યોગ ખુબ જ ફાયદો કરાવશે. અણધારી રીતે નાણાકીય લાભ થશે. વ્યક્તિને કોઈ સરકારી કાર્યક્રમથી વિશેષ લાભ થશે. નવા પરિણીત યુગલોના ઘરે નવા મહેમાનો આવી શકે છે. લગ્ન કરનાર વ્યક્તિને તેનો જીવનસાથી મળી જશે. એક નવી ઉર્જાથી તમે પોતાનો વ્યવસાય શરુ કરી શકો છો.