તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
12 02 2025 બુધવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ પૂર્ણિમા, નક્ષત્ર આશ્લેષા, યોગ શોભન, કરણ બવ, રાશિ કર્ક (ડ.હ.) સાંજે 7:34 પછી સિંહ (મ.ટ.)
2. મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે તો પરિવારનાં સુખમાં વૃદ્ધિ થશે
3. વૃષભ (બ.વ.ઉ)
સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો
4. મિથુન (ક.છ.ઘ)
મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે તેમજ સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે તો ઈસ્ટ મિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે
5. કર્ક (ડ.હ.)
ધન, માનનો વ્યય જણાશે અને નોકરીમાં પરેશાની રહેશે તેમજ માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાય
6. સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે તેમજ ધંધામાં નવીન તકો મળે તો નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે
7. કન્યા (પ.ઠ.ણ.)
ધંધાનાં કામમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે અને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે
8. તુલા (ર.ત)
તુલા રાશિના જાતકોને ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે તેમજ નવા સંબંધોમાં નિરાશા જણાશે અને નોકરીમાં નવી તકો મળશે, સંતાનથી શુભ સમાચાર મળશે
9. વૃશ્ચિક (ન.ય.)
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત રહેશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધન લાભ થશે
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે અને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે
11. મકર (ખ.જ.)
વાદવિવાદનાં કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે
12. કુંભ (ગ.શ.સ.ષ.)
કુંભ રાશિના જાતકોને કામની સફળતામાં ખુશી અનુભવશો તેમજ નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ મળશે તો ધંધામાં સુધારો જોવા મળશે
13. મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક તણાવ જણાશે અને વિરોધીઓથી સાવધાન રહેવું તેમજ નિરાશાથી દૂર રહેવું, ખર્ચ બાબતે સંભાળવું