મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી આપે છે. આ સમય દરમિયાન નાણાંકીય નુકસાન થવાની શક્યતા વધારે છે. કરિયરમાં પણ અવરોધ આવી શકે છે અને કાર્યસ્થળે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યને લઈને પણ તકેદારી રાખવી જરૂરી છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ ગ્રહણ તણાવભર્યું સાબિત થઈ શકે છે. વર્તમાન નોકરી અથવા વ્યવસાયમાં કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ફાઇનાન્સ સંબંધિત નિર્ણયો ખાસ સંભાળી ને લેવાની જરૂર છે, નહીં તો નુકસાન સહન કરવું પડી શકે. પરિવાર સાથે સંભાળીને વાતચીત કરવી જોઈએ, નહીંતર મતભેદ ઊભા થઈ શકે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ ગ્રહણ મુશ્કેલીઓ લઈને આવી શકે છે. આ સમયગાળા દરમિયાન અનિચ્છનીય ખર્ચ વધી શકે છે. કોઈ નવું રોકાણ કરવું હોય તો બે વાર વિચારવું જરૂરી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. ઈજા અથવા બીમારી થવાની શક્યતા છે, એટલે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું.
ઉપાય
જ્યોતિષ મુજબ, આ નકારાત્મક અસરો ઘટાડવા માટે કેટલીક ઉપાયો અપનાવી શકાય. આ રાશિના જાતકોએ દાન કરવું તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવી. હનુમાન ચાલીસાનું પઠન કરવું. ગરીબોને દાન આપવું. માતા-પિતાની સેવા કરવી. આ સૂર્યગ્રહણ જો કોઈ રાશિ માટે જોખમી સાબિત થાય તો પણ સાવચેતી અને સકારાત્મક અભિગમ દ્વારા ખરાબ અસરોથી બચી શકાય.