15 નવેમ્બરે શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. શનિના માર્ગી થવાને કારણે ઘણા લોકોને રાહત મળશે. 5 રાશિના જાતકો પર શનિની સીધી ચાલની સકારાત્મક અસર પડશે.
1. શનિની સીધી ચાલની સકારાત્મક અસર
ન્યાયના દેવ અને કર્મધિપતિ શનિ હાલમાં કુંભ રાશિમાં વક્રી છે. 15 નવેમ્બરે શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. શનિના માર્ગી થવાને કારણે ઘણા લોકોને રાહત મળશે, પરંતુ જે રાશિઓ પર સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે, તેમને મોટી રાહત મળશે. કર્ક, વૃશ્ચિક, સહિત 5 રાશિના જાતકો પર શનિની સીધી ચાલની સકારાત્મક અસર પડશે.
2. વર્ષ 2025માં શનિ ગોચર
શનિની વક્રી ચાલ સાડાસાતી અને ઢૈયાની મુશ્કેલીઓ વધારી નાખે છે. એવામાં શનિના માર્ગી થવાને કારણે આ રાશિના જાતકોને સૌથી મોટી રાહત મળશે. હાલમાં કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. જ્યારે મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. વર્ષ 2025માં શનિના ગોચર સાથે આ સ્થિતિ બદલાશે.
3. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સમય રાહતથી ભરેલો રહેશે. દેવામાંથી મુક્તિ મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે, માનસિક શાંતિ અનુભવાશે. સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે અને જીવનસાથી સાથેના સંબંધો પહેલા કરતા વધુ સારા બનશે, જેના કારણે ઘરેલું જીવનમાં શાંતિ અને આનંદ રહેશે. સરકારી અધિકારીઓ સાથે સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે, જેનાથી સરકારી કામમાં સફળતા મળશે. આ સમયે, આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જળવાઈ રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ મળવાની તક મળશે.
4. વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે સમસ્યાઓ ખતમ થવાની છે. 15 નવેમ્બરથી જીવનમાં સકારાત્મક ફેરફારોની શરૂઆત થશે. શનિદેવની કૃપાથી રોકાણકારોને સારું વળતર મળશે અને મિલકત કે વાહન ખરીદવાની તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે. વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે, સારો નફો મળશે અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવશે. ભાગ્ય દરેક પગલા પર સાથ આપશે, બધા કામ સરળતાથી ખતમ થઈ જશે. સરકારી યોજનાઓનો લાભ પણ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન જાતકોનું સ્વાસ્થ્ય શનિદેવની કૃપાથી સુધરશે અને વધુ ઉર્જા અનુભવાશે. વ્યવસાય અને કારકિર્દીમાં પ્રગતિની સાથે સામાજમાં પ્રતિષ્ઠા પણ વધશે, મિત્રોની સંખ્યામાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન નવું ઘર અથવા દુકાન ખરીદવાનું પણ વિચારી શકો છો.
5. મકર રાશિ
મકર રાશિના જાતકોનો શનિની સાડાસાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. શનિના માર્ગી થવાને કારણે શારીરિક સમસ્યાઓનો અંત આવશે. સંતાન સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજીવિકાના ક્ષેત્રમાં મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારીઓને પહેલા કરેલા રોકાણથી સારો નફો મળશે અને અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. પરિવાર સાથે જોડાયેલી બધી ચિંતાઓ ખતમ થશે અને દાંપત્ય જીવનમાં પણ સુખ અને શાંતિ રહેશે. પ્રેમ જીવનમાં સંવાદિતા અને શક્તિ રહેશે અને પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરશો.
6. કુંભ રાશિ
અત્યારે શનિ કુંભ રાશિમાં વક્રી છે, પરંતુ શનિના માર્ગી થતા જ કુંભ રાશિના જતાકોનું નસીબ ચમકી શકે છે. આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓ ખતમ થશે અને રાહત મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. નોકરિયાત લોકોના પગાર વધારાને લગતી સમસ્યાઓ હલ થશે, સહકર્મીઓનો સહયોગ મળશે. નોકરી હોય કે ધંધો, બંને માટે આ સમય શુભ સાબિત થશે. પ્રેમ સંબંધોમાં સુધારશે અને લવ પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તક મોકો મળશે. પરિવાર તરફથી કોઈ સારા સમાચાર મળશે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને દરેક સમસ્યાનો સાથે મળીને સામનો કરશો.
7. મીન રાશિ
શનિના માર્ગી હોવાથી મીન રાશિના જાતકોને ઘણા લાભ થવાના યોગ બની રહ્યા છે. જલ્દી જ જાતકોની સમસ્યાઓ ખતમ થઈ જશે અને સંપત્તિમાં વધારો થશે. દરેક પગલા પર નસીબ સાથ આપશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને પ્રભાવશાળી લોકો સાથે ઓળખાણ થશે. ભાઈ-બહેન અને જૂના મિત્રો સાથેના સંબંધો સારા રહેશે. બાળકોના ભવિષ્ય માટે કશે રોકાણ કરવું શુભ રહેશે. શનિના સહયોગથી અટકેલા કામ પૂરા થવા લાગશે. વેપારીઓને નફો થશે અને તેમના વેપારનો વિસ્તાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને વિવાહિત જીવનમાં શાંતિ રહેશે. પૈસા, કરિયર અને બેંક બેલેન્સની દ્રષ્ટિએ આ સમય શુભ રહેશે.