આગામી 2 ડિસેમ્બરથી શુક્ર ગ્રહ થશે ગોચર જેનાથી આગામી 1 મહિનો આ રાશિના જાતકો કરી શકશે અખૂટ કમાણી. જાણો કઈ કઈ રાશિઓ પર થશે આની અસર.
1. 2 ડિસેમ્બરે શુક્ર થશે ગોચર
2 ડિસેમ્બરે શુક્ર મકર રશિમાં સવારે 11:46 કલાકે ગોચર થશે. શુક્રને પ્રેમ, સુંદરતા અને લકઝરી લાઈફ માટે કારક ગ્રહ માનવામાં આવે છે.
2. માન-સન્માન, આર્થિક લાભ કરાવશે શુક્ર
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહનું ગોચર ખૂબ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે શુક્રની કૃપા જે જાતક પર ઉતરે છે તેના જીવનમાં માન-સન્માન, આર્થિક લાભ અને આરામદાયક જીવનની પ્રાપ્તિ થાય છે. આ રાશિના જાતકોને શુક્રના ગોચરથી થશે લાભ.
3. મેષ
શુક્રનું ગોચર મેષ રાશિમાં દસમાં સ્થાને થશે જેનાથી આ રાશિના જાતકોને કરિયરમાં પ્રગતિ થશે સાથે ધનલાભ પણ થશે. નસીબનો સાથ મળશે અને આ સમય પૈસા કમાવવા માટે શુભ માનવામાં આવે છે.
4. વૃષભ
શુક્ર વૃષભ રાશિમાં નવમાં સ્થાનમાં ગોચર થશે. આ રાશિના જાતકોને દરેક કાર્યમાં લાભ પ્રાપ્ત થશે નવી તકોનું નિર્માણ થશે. ખર્ચ પર કાપ મુકાશે અને દરેક કાર્યમાં લાભ અને સફળતા મળશે.
5. કન્યા
શુક્ર કન્યા રાશિમાં પાંચમા સ્થાને ગોચર થશે. આ રાશિના જાતકોના તમામ પ્રયત્નો સફળ રહેશે અને નોકરીમાં પણ સારું પ્રદર્શન કરી શકશો. ધનલાભના માર્ગો ખુલશે અને નવા લોકોને મળવાનું થશે.
6. તુલા
તુલા રાશિમાં શુક્રનું ગોચર ચોથા સ્થાનમાં થશે. આ રાશિના જાતકોને પરિવારનો સાથ મળશે અને વડીલો તેમના કામની પ્રસંશા કરશે. આ રાશિના જાતકોની આર્થિક અને શારીરિક સ્થિતિ પણ સારી બની રહેશે.
7. મકર
મકર રાશિમાં શુક્ર પહેલા સ્થાને આવશે જે આ રાશિના જાતકોના જીવનમાં ખુશી લઈને આવશે. ખૂબ કમાણી લઈને આઆવશે, પગાર ને ધંધામાં કમાણી વધશે અને નસીબ પણ ચમકશે.