અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને એટલે કે 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે પણ તે પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે બ્રિક્સ દેશોને ચીમકી આપી છે આ લિસ્ટમાં ભારતનું નામ પણ છે અને આનાથી ભારતને પણ નુકસાન થઈ શકે છે.
બ્રિક્સ દેશોમાં ભારત પણ સામેલ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પણ ચેતવણી આપી છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઇથોપિયા, યુએઈ, ઈરાનનો પણ સમાવેશ થાય છે. ત્યારે ડોનાલ્ડે કહ્યું હતું કે જે કોઈ પણ અમેરિકન ડોલરને કમજોર કરવાનો પ્રયત્ન કરશે તેની સામે અમેરિકા પગલાં લેશે.
રશિયા અને ઈરાનનો પણ સમાવેશ
આ ઉપરાંત બ્રિક્સમાં અઝરબૈજાન, મલેશિયા અને ટર્કી પણ સામેલ થવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે અલગ ચલણ અપનાવવા માટે કે પછી ડોલરના સામે બીજા કોઈ ચલણને સમર્થન આપવા પર પણ કાર્યવાહી થશે. બ્રિક્સ દેશોમાં રશિયા અને ઈરાનનો પણ સમાવેશ થાય છે જે અમેરિકાના દુશ્મન છે, જો કે એક્સપર્ટ માની રહ્યા છે કે અમેરિકાએ આ ધમકી મુખ્યત્વે રશિયા અને ઈરાનને આપી છે.
ટ્રમ્પની જીતથી નાખુશ વિધાર્થીઓ
રશિયા એ એકમાત્ર દેશ છે જેણે અલગ કરન્સીની વાત કરી છે. એક વાત એ પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જીત્યા પછી તરત જ ચીન, કેનેડા અને મેક્સિકોથી આયાત થનાર સમાન પર ટેરિફ લગવવાનો આદેશ કર્યો છે. તેમણે વિદેશથી આવતા વિધાર્થીઓ માટે પણ કહ્યું કે જો તેના પર પ્રતિબંધ નહીં લાગે તો કેનેડા અને મેક્સિકો પર વધુ 25% ટેક્સ લગાવશે અને ભારતને પણ નિશાન પર લીધું છે.
કાશ પટેલ બનશે FBI ચીફ
ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને FBI ચીફના પદ માટે નોમિનેટ કર્યા છે. 20 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની શપથ લેશે ત્યારબાદ કાશ પટેલ FBI ચીફના પદ પર કાર્યરત થઈ જશે. કાશ પટેલના વખાણ કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે પટેલે સચ્ચાઈ, જવાબદારી અને સંવિધાનના સમર્થનમાં ઊભા રહીને રશિયા તરફથી થઈ રહેલા ફ્રોડને ઉઘાડો પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.