ગ્રહોના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનના કારણે દરેક રાશિ પર તેની શુભ અશુભ અસર પડે છે. અત્યારે મનના કારક ચંદ્રએ 5 નવેમ્બર 2024ના રોજ ધન રાશિમાં ગોચર કર્યું હતું. તે અહીંયા 7 નવેમ્બરની સાંજે 5:53 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન 7મી નવેમ્બરે એટલે કે આજે સવારે 03:39 વાગ્યે શુક્ર પણ ધન રાશિમાં ગોચર કરશે રહ્યો છે. ચંદ્ર અને શુક્રની એક સાથે એક રાશિમાં હાજરીના કારણે આગામી થોડા દિવસો સુધી દરેક રાશિને પ્રભાવિત થશે. પરંતુ આપણે અહીંયા એવી રાશિ વિશે જાણીશું જેની પર આ યુતિથી અશુભ અસર થવાની છે.
વૃષભ
શુક્ર-ચંદ્રની યુતિ વૃષભ રાશિના લોકો માટે અશુભ રહેશે. તમારા કરિયરમાં સફળતા નહીં મળે, જેથી તમારું મન વિચલિત રહેશે. નોકરિયાત લોકોનું મન ખોટી બાબતો તરફ ભટકી શકે છે, જેથી કામમાં રસ નહીં પડે. વિદ્યાર્થીઓના વર્તન પર નકારાત્મક અસર થશે, જેના લીધે તેમના પિતા સાથે ઝઘડો પણ થઈ શકે છે. કારોબારીઓની ડીલ પૂરી નહીં થાય, જેથી ભારે નુકસાન થઈ શકે છે.
ધન
આ રાશિના લોકો માટે આવનારા થોડા દિવસો સારા પસાર નહીં થાય. નાણાંના અભાવે માનસિક તણાવ રહેશે. વિદ્યાર્થીઓનો શાળામાં મિત્રો સાથે લડાઈ થઈ શકે છે. આવકમાં ઘટાડો થવાને લીધે વેપારીઓની આર્થિક સ્થિતિ બગડશે. આ સમયે ક્યાંય પણ રોકાણ કરવું નુકસાનકારક સાબીત થઈ શકે છે.
મીન
આ રાશિના લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓનું મન ખોટી બાબતો તરફ ભટકી શકે છે. યુવાઓને પિતા સાથે ઝઘડો થઈ શકે છે. જેઓ કામ કરી રહ્યા છે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી શકે છે. જે લોકો પાસે દુકાનો છે અથવા દુકાનોમાં સેલ્સમેન તરીકે કામ કરે છે તેઓને રોકાણમાં ભારે નુકસાન થઈ શકે છે. વિવાહિત યુગલોને ઝઘડાને કારણે તેમના ઘરનું વાતાવરણ બગડશે.