ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે વિશેષ દિવસ ગણાય છે. આ દિવસ ગુરુ ગ્રહ સાથે સીધો સંબંધ ધરાવે છે. ગુરુવારના દિવસે વ્રત રાખવાથી અને પૂરા વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી દરેક પરેશાનીમાંથી મુક્તિ મળે છે. આજના દિવસ માટે અમુક વિશેષ ઉપાયો જ્યોતિષમાં બતાવ્યા છે જે કરવાથી જીવનમાં રહેલા કષ્ટોનું નિવારણ થાય છે અને જીવનમાં અપાર ધન પ્રાપ્તિ થાય છે.
સુખ-સમૃદ્ધિ માટે
જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે ગુરુવારે સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય વિધિથી કરો. પૂજામાં પાકેલા કેળા, ચણાની દાળ અને ગોળ અર્પિત કરો. આ પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
વ્યવસાયમાં સફળતા માટે
વ્યવસાયમાં સફળતા મેળવવા માટે ગુરુવારે સવારે સ્નાન કરીને પીળા રંગના કપડાં પહેરો. હળદરનું તિલક લગાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયોને અનુસરવાથી વ્યક્તિ વેપારમાં નફો કમાવા લાગે છે.
નોકરીમાં પ્રગતિ માટે
જો તમે નોકરી કરો છો અને લાંબાથી પ્રમોશન નથી મળી રહ્યું તો ગુરુવારે બને ત્યાં સુધી પીળા રંગનો ઉપયોગ કરો. તેની સાથે પીળા રંગના ફળ અને ફૂલ અર્પણ કરીને ભગવાન શ્રી હરિની પૂજા કરો. આ પછી પીળા કપડામાં નારિયેળ, પીળા ફળ, હળદર અને મીઠું નાખીને બાંધી દો. આને મંદિરમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને નોકરીમાં જલ્દી પ્રમોશન મળી શકે છે.
શીઘ્ર વિવાહ માટે
વહેલા લગ્ન માટે દર ગુરુવારે સ્નાન કર્યા પછી પીળા રંગના કપડાં પહેરો. તે પછી ઘરમાં વિધિ-વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. આ પછી, નજીકના મંદિરમાં જાઓ અને મા દુર્ગાને સિંદૂર ચઢાવો. અર્પણ કરેલા સિંદૂરને પીઠ પર લગાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વહેલા લગ્ન થવાની સંભાવના રહે છે.
ગુરુના દોષથી મુક્તિ માટે
જો કુંડળીમાં ગુરુ નબળો હોય અથવા ગુરુ દોષ હોય તો ગુરુવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર મિક્સ કરો. ત્યાર બાદ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરતી વખતે સ્નાન કરો.