શુક્રવારનો દિવસ વિશેષરૂપથી ધનની અધિષ્ઠાત્રી દેવી માં લક્ષ્મીને સમર્પિત હોય છે. આ દિવસે માં લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે ઉચિત દિવસ મનાય છે. શાસ્ત્રોમાં લક્ષ્મીને સુખ-સમૃદ્ધિ અને ભૌતિક ઐશ્વર્ય પ્રદાન કરનારી દેવી તરીકે પૂજવામાં આવે છે.
તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે, બિઝનેસમાં લાભ માટે, જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે ચાલો જાણીએ શુક્રવારના વિશેષ ઉપાય:
જીવનમાં સુખની પ્રાપ્તિ માટે શુક્રવારે બજારમાંથી કમળના ફૂલ પર બિરાજમાન હોય તેવા દેવી લક્ષ્મીનું ચિત્ર લાવીને તમારા મંદિરમાં સ્થાપિત કરો. પછી પહેલા માતાને ફૂલ ચઢાવો. ત્યાર બાદ ધૂપ – દીવો કરીને તેમની પૂજા કરો. શુક્રવારે આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે.
જો તમે તમારું સૌભાગ્ય વધારવા માંગો છો તો શુક્રવારે એક રૂપિયાનો સિક્કો લો અને તેને મંદિરમાં દેવી લક્ષ્મીની સામે રાખો.પહેલા દેવી લક્ષ્મીની પૂજા કરો.
ત્યારપછી તે સિક્કાની આ જ રીતે પૂજા કરો અને શુક્રવારે આખો દિવસ મંદિરમાં તે સિક્કાને રહેવા દો. બીજા દિવસે તે સિક્કો લઇને તેને લાલ કપડામાં બાંધીને તમારી પાસે રાખો. શુક્રવારે આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે.
જો તમે સારું સ્વાસ્થ્ય જાળવવા માંગો છો, તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં શંખ ચઢાવવો જોઈએ. તેમજ ઘી અને મખાનાનો ભોગ ચડાવીને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
જો તમે તમારી સંપત્તિમાં વધારો કરવા માંગો છો, તો શુક્રવારે એક નાનું માટીનું વાસણ લો અને તેમાં ચોખા ભરી દો. ચોખાની ઉપર એક રૂપિયાનો સિક્કો અને હળદરની ગાંઠ મૂકીને તેને ઢાંકી દો, બંધ કરી દો અને લક્ષ્મીના આશીર્વાદ લઈને તેને મંદિરના પૂજારીને દાન કરો. શુક્રવારના દિવસે આ ઉપાયથી તમારી સંપત્તિમાં ખૂબ જ વધારો થશે.
જો તમે શુક્રવારે કોઈ મહત્વપૂર્ણ ડીલ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો તેમાં સફળતા મેળવવા માટે શુક્રવારના દિવસે ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલા દેવી લક્ષ્મીના આશીર્વાદ લો ત્યારબાદ દહીં-સાકર ખાઈને પાણી પીને ઘરની બહાર નીકળો. આ કરવાથી તમને તમારા કામમાં ચોક્કસ સફળતા મળશે.
જો તમે તમારા વ્યવસાયમાં નાણાકીય લાભ મેળવવા માંગતા હો, તો શુક્રવારના દિવસે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને આસન પર બેસીને દેવી લક્ષ્મીના મંત્રનો જાપ કરો. મંત્ર છે- “ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્માય નમઃ.” આ મંત્રનો જાપ ઓછામાં ઓછો 11 વાર કરવો જોઈએ. શુક્રવારના દિવસે આ કરવાથી તમને તમારા વ્યવસાયમાં આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે.
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે, તો તેના માટે શુક્રવારે સ્નાન કર્યા પછી એક વાસણમાં થોડી હળદરને પાણીમાં મિક્સ કરો અને આ હળદરથી તમારા ઘરના મુખ્ય દ્વાર પર નાના-નાના પગના નિશાન બનાવો. ત્યારબાદ બંને બાજુની દીવાલ પર સ્વસ્તિક ચિન્હ બનાવી દેવી લક્ષ્મીનું ધ્યાન કરો, આ ઉપાય કરવાથી તમારી તિજોરી હંમેશા દેવી લક્ષ્મીની કૃપાથી ભરેલી રહેશે.