વર્ષ 2025 ના પહેલા ગુરુવારે જીવનમાં અમુક શુભ પરિણામો મેળવવા માટે અમુક વિશેષ ઉપાય કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી તમને પારિવારિક જીવનમાં સંતુલન જોવા મળશે અને કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થશે ત્યારે ચાલો જાણીએ આજના દિવસે કયા ઉપાયો કરવાથી નવા વર્ષના શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.
ગુરુની પૂજા અને વ્રત
વર્ષના પહેલા ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા કરો, સાથે પીળા ફૂલ, પીળા રંગની મિઠાઈ અને હળદર ભગવાન વિષ્ણુને અર્પણ કરો. જો શક્ય હોય તો આ દિવસે તમે વ્રત પણ રાખી શકો છો. આમ કરવાથી આખું વર્ષ તમને શુભ ફળ મળશે. સાથે જ આ ઉપાય તમે દરેક ગુરુવારે કરી શકો છો.
પીળા વસ્ત્રો ધારણ કરો
વર્ષના પહેલા ગુરુવારના દિવસે તમારે ખાસ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. આમ કરવાથી બ્રુસપતિ ગ્રહ મજબૂત બને છે અને તમને સકારાત્મકતા અનુભવાય છે. સતહ જ જીવનમાં ઘણા સારા બદલાવ પણ તમને જોવા મળે છે, આ માટે દરેક ગુરુવારે અવશ્ય આ ઉપાય કરીને જોવી જોઈએ. પૂજા સમયે પણ પીળા રંગના વસ્ત્રો પહેરવાનો પ્રયત્ન કરો.
ગરીબોને દાન કરો
હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્ત્વ છે. માટે વર્ષના પહેલા ગુરુવારે અવશ્ય દાન કરો. આ દિવસે ખાસ કરીને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે ચણા દાળ, પીળા કપડાં, હળદર કે પછી ભોજન પણ તમે દાનમાં આપી શકો છો આમ કરવાથી બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમને મળશે.
કેળની પૂજા કરો
ગૂરૂવારના દિવસે તમારે કેળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. જો તમારા જીવનમાં કોઈ પરેશાની છે તો તેનો અંત આવશે અને આ ઉપાય કરવાથી તમારા અટકેલાં કામ પૂરા થશે અને તમને કરિયરમાં સફળતા મળશે. જો કે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમે કેળના વૃક્ષની પૂજા કરવાના છો તો આ દિવસે ભૂલથી કેળાનું સેવન ના કરશો.
ગુરુવારના દિવસે આ નિયમિત રીતે કરવાથી જીવનમાં ખુશી, સફળતા અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. ઉપરાંત જે લોકોના લગ્ન જીવનમાં તકલીફ છે તેમના વૈવાહિક જીવનમાં સકારાત્મકતા આવી શકે છે.