કર્મફળદાતા શનિ દેવ અત્યારે તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે જેથી શશ રાજયોગનું નિર્માણ થયું છે. આ રાજયોગથી ત્રણ રાશિનું ભાગ્ય વર્ષ 2025 સુધી ચમકતું રહેશે.
1. શનિ દેવ
શનિ દેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આથી તેમને એક રાશિમાં પરત ફરવા લગભગ 30 વર્ષ જેટલો સમય લાગે છે. શનિ અત્યારે તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે, જેના કારણે શશ નામનો રાજયોગ બની રહ્યો છે. તે પંચમહાપુરુષો યોગમાંનો એક રાજયોગ છે. આ રાજયોગ વર્ષ 2025 સુધી રહેશે. 2025 સુધી શશ રાજયોગના કારણે કઈ રાશિના જાતકોને ભારે લાભ થશે તે જાણીશું.
2. વૃષભ
આ રાશિમાં શનિ દસમા ભાવમાં બિરાજમાન છે. આ રાશિના લોકોને સમાજમાં માન-સન્માન વધશે. અચાનક આર્થિક લાભ થશે. મિલકત, વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. ઘણા સમયથી પૂરી ન થયેલી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે. આત્મવિશ્વાસ અને હિંમત વધશે. આવકના સ્ત્રોત વધશે, જેના કારણે આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે.
3. ધન
શનિ ધન રાશિના ત્રીજા ભાવમાં સ્થિત છે. જેથી તેમના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. જીવનમાં ઘણા પડકારો આવશે પરંતુ તેને સરળતાથી પાર કરી શકશો. કાર્યસ્થળ પર ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. દેવામાંથી મુક્તિ મળી શકે છે. લાંબા સમયથી ચાલી આવી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થશે.
4. કુંભ
કુંભ રાશિના લગ્ન ભાવમાં શશ રાજયોગ બની રહ્યો છે. જેથી આ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા થશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. અચાનક આર્થિક લાભ થશે. પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થવાનો છે. નોકરીમાં પ્રમોશનની સાથે પગાર પણ વધી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને પણ ઘણો લાભ થશે. કોર્ટ કેસમાં પણ સફળતા મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.