વાસ્તુ શાસ્ત્રમાં નવી સાવરણી ખરીદવાને લઈને પણ નિયમ દર્શાવવામાં આવ્યા છે. જો તમે અમુક દિવસે ઝાડુ ખરીદો છો તો તમને અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
1. સાવરણીનું હિન્દુ ધર્મમાં મહત્વ
ઘરની સાફ સફાઈમાં ઉપયોગમાં લેવાતી સાવરણીનું હિન્દુ ધર્મમાં એક આગવું મહત્વ છે. તેનો સંબંધ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલ છે.
2. માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ
સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે, માતા લક્ષ્મી પણ એવા જ ઘરોમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઈ રહેતી હોય. એવામાં ઝાડુને પણ માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. શાસ્ત્રમાં ઝાડુ સાથે અનેક નિયમ જોડાયેલા છે. તેનું પાલન નહીં કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
3. સાવરણી ખરીદવાના નિયમ
જ્યારે સાવરણી તૂટીને ખરાબ થઈ ગઈ હોય ત્યારે તેને ખરીદવાને લઈને પણ નિયમ છે. અહીંયા જાણીશું કે ઝાડુ ક્યારે ન ખરીદવું જોઈએ.
4. શુક્લ પક્ષ
વાસ્તુ શાસ્ત્ર મુજબ શુક્લ પક્ષમાં નવું ઝાડુ ખરીદવાથી ઘરમાં ખરાબ પરિણામ મળે છે. આથી શુક્લ પક્ષમાં નવું ઝાડુ ન ખરીદવું જોઈએ.
5. શનિવાર
શનિવારે ઝાડુ ખરીદવાથી શનિ દોષ લાગે છે. જો પરિવારના કોઈ સભ્ય પર શનિ ઢૈયા કે શનિની સાડા સાતી ચાલતી હોય તો શનિવારે ઝાડુ ન ખરીદવું જોઈએ.
6. રવિવાર
રવિવારે પણ નવું ઝાડુ ખરીદવું ન જોઈએ. તેમ કરવાથી ઘરમાં મુશ્કેલીઓ વધી જાય છે.
7. સોમવાર
ભગવાન શિવને સમર્પિત સોમવારના રોજ પણ નવું ઝાડુ ન ખરીદવું જોઈએ. નહીં તો પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
8. ગુરુવાર
ગુરુવારે પણ સફાઈ સબંધિત કોઈ વસ્તુ ન ખરીદવું જોઈએ. તેમ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે.
