સ્પેનના પૂર્વ વિસ્તાર વેલેન્સિયામાં મુશળધાર વરસાદને કારણે ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્પેનમાં સ્થિતિ વણસી રહી છે અને તેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદે એટલી બધી તબાહી મચાવી છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં પૂરના કારણે ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહનો ધોવાઈ ગયા છે અને ઘણા લોકો ગુમ થયા છે.
સ્પેનિશ સરકારે આપેલી માહિતી અનુસાર, મુશળધાર વરસાદને કારણે આવેલા અચાનક પૂર બાદ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મંગળવારે સ્પેનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં મુશળધાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ, જેના કારણે ટ્રેન અને હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ. લોકોએ પોતાના સ્માર્ટફોન વડે પૂરના વીડિયો બનાવ્યા, જેમાં પાણી કારોને પોતાની સાથે લઈ જતું જોવા મળે છે અને ઇમારતો પણ પાણીથી ભરેલી જોવા મળે છે.
Valencia, Spain: Where Heaven's Fury Unleashed Hellish Floods. 300mm of rain in 48 hours transformed the Mediterranean paradise into an apocalyptic abyss.#ValenciaUnderWater#SpainWeatherApocalypse pic.twitter.com/tXXFIoxG0K
— Dharmpal Bagariya (@Dharmpal15532) October 29, 2024
અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે પૂરના કારણે ઓછામાં ઓછા સાત લોકો ગુમ થયા છે. વેલેન્સિયામાં એક ટ્રક ડ્રાઈવર અને શહેરમાં છ લોકો ગુમ છે. કેસ્ટિલા-લા મંચામાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મિલાગ્રોસ ટોલને જણાવ્યું કે ડ્રોનની મદદથી ઇમરજન્સી સેવા કર્મીઓ લેતુરમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે આખી રાત કામ કરશે. આ લોકોને શોધવા એ અમારી પ્રાથમિકતા છે.
સ્પેનની કેન્દ્ર સરકારે કટોકટી સમિતિની રચના કરી છે જે વાવાઝોડાને કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે અંગે ચર્ચા કરવા માટે ગયા મંગળવારે પ્રથમ વખત મળી હતી. વડા પ્રધાન પેડ્રો સાંચેઝે ટ્વિટર પર લખ્યું કે, “હું ગુમ થયેલા લોકોના અહેવાલો અને તાજેતરના કલાકોમાં તોફાનને કારણે થયેલા નુકસાનના અહેવાલો પર નજર રાખી રહ્યો છું.” તેમણે લોકોને અધિકારીઓની સલાહને અનુસરવા વિનંતી કરી. તેમણે કહ્યું, “તમે બધા સાવચેત રહો અને બિનજરૂરી પ્રવાસો ટાળો.”
વેલેન્સિયા સિટી હોલે જણાવ્યું કે બુધવારે તમામ સ્કુલ અને રમતગમતના કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે અને પાર્ક પણ બંધ રહેશે. સ્પેનિશ એરપોર્ટ ઓપરેટર એનાએ જણાવ્યું કે ભારે વરસાદ અને ભારે પવનને કારણે વેલેન્સિયા એરપોર્ટ પર ઉતરતી 12 ફ્લાઈટને સ્પેનના અન્ય શહેરો તરફ દાય્વાર્ત કરી દેવામાં આવી. અન્ય 10 ફ્લાઇટ્સ કે જે એરપોર્ટ પરથી ઉપડવાની અથવા આવવાની હતી તે કેન્સલ કરી દેવામાં આવી છે.
BREAKING: Chiva, Spain is experiencing "catastrophic flooding it feels like the world is ending!" 13.5 inches of rain in 4 hours! 🤯 4:30 PM and 8:30 PM today!
The flooding in Valencia, Spain is devastating
Pray for Spain 🙏🙏#ChivaFlood #Flood #Spain #HelpNeeded pic.twitter.com/9tQfSzjoW3— Ramesh kumar (@Rameshk77547305) October 30, 2024
રાષ્ટ્રીય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેટર ADIF એ જણાવ્યું કે તેણે વેલેન્સિયા પ્રદેશમાં જ્યાં સુધી મુસાફરોની સલામતી માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ રેલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. મેડ્રિડથી અંદાલુસિયા જઈ રહેલી હાઈસ્પીડ ટ્રેન 276 મુસાફરોને લઈને પાટા પરથી ઉતરી ગઈ હતી પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી.
રાજ્યની હવામાન એજન્સી AEMET એ વેલેન્સિયામાં રેડ એલર્ટ અને એન્ડાલુસિયામાં હાઈ એલર્ટ જારી કર્યું છે. પૂરના કારણે બંને વિસ્તારના ઘણા રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે મેડ્રિડ અને વેલેન્સિયા શહેર વચ્ચેની હાઇ-સ્પીડ ટ્રેનો તોફાનની અસરને કારણે બુધવારે ઓછામાં ઓછા સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવશે.