આગામી 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ આવી રહી છે. આ દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે. કેમ કે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેનાથી અમુક રાશિના લોકોનું નસીબ ચમકી જવાનું છે.
1. મહાશિવરાત્રિ
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્વ છે. આ દિવસ શંકર ભગવાન અને માતા પાર્વતીને સમર્પિત છે. માન્યતા અનુસાર આ દિવસે શંકર ભગવાનના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. મહાશિવરાત્રીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવાશે. જ્યોતિષ અનુસાર આ વર્ષની મહાશિવરાત્રી ખૂબ જ ખાસ છે. કેમ કે આ દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ નિષ્ણાતો મુજબ મહાશિવરાત્રી પર ધનિષ્ઠા નક્ષત્રમાં ચંદ્રનો પ્રવેશ કેટલીક રાશિઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આવો જાણીએ તે રાશિઓ વિશે.
2. મેષ
આ વર્ષની મહાશિવરાત્રિ મેષ રાશિના લોકો માટે ખૂબ લાભદાયી માનવામાં આવી રહી છે. મેષ રાશિના લોકો માટે સારા દિવસો મહાશિવરાત્રીથી શરૂ થશે. જેમાં કરિયર સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યવસાય કરનારાઓને પૈસાના લાભની અનેક તકો મળશે. કાર્યસ્થળ પર તમને માન-સન્માન મળી શકે છે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે. બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રહેશે. પરિવારમાં કોઈ સારી ઘટના બની શકે છે. સંતાન સબંધિત કોઈ સારા સમાચાર મળશે.
3. કર્ક
આ મહાશિવરાત્રિથી કર્ક રાશિના લોકોના વ્યવસાયમાં પ્રગતિ થશે. આ સાથે વ્યવસાય કરનારાઓને મોટો નફો કમાઈ શકે છે. આ સિવાય તમને લક્ષ્મી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થશે. જીવનમાં ખુશીઓ આવશે. વિવાહિત જીવન સારું પસાર થશે. નોકરી શોધી રહેલા લોકોને સારી ઓફર મળશે. લગ્નજીવનમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. સંતાન તરફથી ખુશી મળી શકે છે. અને શંકર ભગવાનનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે.
4. ધન
આ વર્ષની મહાશિવરાત્રિ ધન રાશિના લોકો માટે પણ શુભ છે. આ દિવસથી કરિયરમાં પ્રગતિ શરૂ થશે. નોકરી અને વ્યવસાય સંબંધિત તમામ કાર્યોમાં સફળતા મળશે. વિદેશની યાત્રાએ જઈ શકો છો. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. અધિકારી વર્ગ તરફથી સહયોગ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યવસાયમાં પણ આર્થિક પ્રગતિ થશે. તમારા માતાપિતા અથવા પરિવારના કોઈ વડીલ સભ્ય તરફથી આર્થિક સહાય મળી શકે છે.