દરવાજાને આ રીતે સજાવો
દિવાળીની સજાવટ દરમિયાન ઘરના મુખ્ય દરવાજા પર તોરણ પણ લગાવવામાં આવે છે. આ તોરણ સજાવટનો જ ભાગ નથી, પણ તે ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ પણ વધારે છે. જેથી બજારમાંથી પ્લાસ્ટિકના તોરણ લાવવાને બદલે, તમે તેને ફૂલો અને આંબાના પાનથી ઘરે બનાવી શકો છો. આવું કરવાને શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પર હળદર અથવા કુમકુમથી સ્વસ્તિકનું ચિન્હ રંગોળી બનાવવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવતી નથી.
મંદિર માટે વાસ્તુ ઉપાય
દિવાળીના આ ખાસ તહેવાર પર સૌ પહેલા તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. મંદિરને ફૂલો અને આંબાના પાનથી સજાવો. મંદિરને સજાવવા માટે તમે લાઇટ અને સિરીઝનો પણ ઉપયોગ કરી શકો છો.
આ વાતનું રાખો ધ્યાન
લાઇટ અને સિરીઝ વગર દિવાળીની સજાવટ અધૂરી રહે છે. વાસ્તુ મુજબ ઝગમગતી રોશનીથી ઘરને શણગારવું ખૂબ શુભ માનવામાં આવે છે. દિવાળીમાં તમારા ઘરમાં પૂરતી લાઇટિંગ કરો. ઘરના મુખ્ય દરવાજાની સાથે ઘરના કોઈપણ ખૂણામાં પણ રંગોળી બનાવો, જેથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશાને દીવા પ્રગટાવવા માટે ખૂબ શુભ માનવામાં આવે છે.