મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. શિવભક્તો આ ઉત્સવના આગમનની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે મહાશિવરાત્રી 08 માર્ચ 2024ના રોજ છે. આ ખાસ અવસર પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ પણ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રિનું વ્રત અને પૂજા કરવાથી સાધકને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મહાશિવરાત્રીના દિવસે પૂજા કરવા સિવાય વિશેષ વસ્તુઓનું દાન કરવાનું પણ વધુ મહત્વ છે. જીવનમાં હંમેશા નિઃસ્વાર્થ ભાવે દાન કરવું જોઈએ. આવો જાણીએ મહાશિવરાત્રિ પર કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
કાળા તલનુ દાન
મહાશિવરાત્રીના દિવસે તલનું દાન કરો. એવી માન્યતા છે કે તલનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃદોષ શાંત થાય છે. તેમજ બાકી રહેલા કામ પણ પૂર્ણ થાય.
દુધનુ દાન
આ સિવાય દૂધ અને દૂધની બનાવટોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
કપડાનુ દાન
મહાશિવરાત્રીના અવસરે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને વસ્ત્ર અને દક્ષિણા દાન કરો. એવું માનવામાં આવે છે કે આ કામ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને આર્થિક લાભ થાય છે.
ઘીનુ દાન
મહાશિવરાત્રી પર ઘીનો લેપ શિવલીંગ પર લગાવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જાતકને આનો લાભ થાય છે.ઘન પ્રાપ્તિના યોગ આ જાતકને વધી જાય છે.