શુક્ર ગોચર: શુક્રને પ્રેમ, કળા, સુખ-સુવિધા, ભોગ-વિલાસ અને સૌંદર્યનો કારક ગ્રહ માનવામાં આવે છે. જાતકોના જીવનમાં સુખ, સુવિધા અને સમૃદ્ધિ માટે શુક્ર ગ્રહનું વિશેષ મહત્ત્વ છે ત્યારે શુક્રના મીન રાશિમાં ગોચરથી તે વધુ ફળદાયી રહેશે વૈદિક જ્યોતિષની ગણતરી મુજબ મંગળવાર 28 જાન્યુઆરી 2025 ના સવારે 7:12 વાગ્યે શુક્ર ગ્રહ કુંભ રાશિ માંથી ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
મીન રાશિમાં શુક્ર ગોચર
મીન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે જે જ્ઞાન, ધર્મ અને શુભતાના પ્રતિક છે. શુક્ર અને બૃહસ્પતિના શુભ પ્રભાવથી આ સમય સમૃદ્ધિ, આદ્યાત્મિકતા અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ લઈને આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિમાં શુક્રના ગોચરથી તે કંગાળને પણ કરોડપતિ બનાવી દેશે. ત્યારે ચાલો જાણીએ કઈ રાશિઓને થશે આનો વિશેષ લાભ.
વૃષભ
શુક્ર વૃષભ રાશિનો સ્વામી છે અને ઉચ્ચ સ્થાનમાં હોવાથી આ ગોચર આ રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેશે. નવા પ્રેમ સંબંધ બનવાની સંભાવના છે. વિવાહિત જીવનમાં મધુરતા અને આનંદ રહેશે. નાણાકીય આવક વધશે અને બચત થશે. લક્ઝરી અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. કલા, સંગીત અને ફેશન જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં પ્રગતિ થશે. કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. ભક્તિ અને ધ્યાન માં રસ વધશે. ધાર્મિક યાત્રાઓ થવાની સંભાવના રહેશે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે મીન રાશિમાં શુક્રનું ગોચર ભાગ્ય અને ધાર્મિક સ્થિતિને મજબૂત બનાવશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. અચાનક આર્થિક લાભ થઈ શકે છે. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા અને ઊંડાણ રહેશે. પરિવારમાં સુખ, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે. કરિયર સંબંધિત યાત્રાઓ થઈ શકે છે. કાર્યસ્થળમાં તમને સફળતા મળશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે અને ધાર્મિક યાત્રાની તક બનશે. તમને આધ્યાત્મિક પ્રગતિ અને આધ્યાત્મિક શાંતિ મળશે.
સિંહ
સિંહ રાશિના માટે શુક્રનું ગોચર પૈસા અને રોકાણ સંબંધિત ક્ષેત્રોને મજબૂત બનાવશે. અચાનક ધનલાભ થવાની સંભાવના રહેશે. કારકિર્દીમાં પ્રગતિ અને નવી જવાબદારીઓ મળી શકે છે. પ્રોપર્ટી કે રોકાણથી તમને ફાયદો થશે. ધન સંચય અને નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા અને ઊંડાણ રહેશે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમે આનંદ અને ઉત્સાહનો અનુભવ કરશો. અપરિણીત લોકો માટે લગ્નની તકો રહેશે. વિવાહિત જીવનમાં મધુરતા અને પ્રેમ વધશે.
તુલા
શુક્ર તુલા રાશિનો સ્વામી છે અને ઉચ્ચ રાશિમાં તેની હાજરી રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારી આભા અને વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. કાર્યસ્થળમાં તમને પ્રમોશન અને નવી તકો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નવા રોકાણથી સારો નફો મળશે. ધન સંચય કરવામાં તમને સફળતા મળશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. પ્રેમ સંબંધોમાં રોમાંસ વધશે. સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે.
મીન
મીન રાશિના જાતકો માટે પણ ગોચર ખૂબ જ શુભ રહેશે, કારણ કે શુક્ર મીન રાશિમાં ઉચ્ચ સ્થાનમાં રહેશે. આત્મવિશ્વાસ અને આકર્ષણ વધશે. પ્રેમ સંબંધોમાં ઉંડાણ અને સમજણ વધશે. વિવાહિત જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરશો. પૈસા સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે. તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પર પહોંચવાનો સમય છે. આધ્યાત્મિક જાગૃતિ અને ધ્યાન પ્રત્યે રુચિ વધશે. ધાર્મિક કાર્યો અને દાનમાં રસ લેશે.
