ઇન્ડોનેશિયન ટાપુ નજીક જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે પ્રતિકૂળ હવામાનને કારણે 13 નવેમ્બરના રોજ એર ઇન્ડિયાએ દિલ્હી અને બાલી વચ્ચેની તેની ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી છે. નોંધનીય છે કે ઇન્ડોનેશિયાના હોલિડે આઇલેન્ડ નજીક જ્વાળામુખીથી ઉદ્ભવેલી ખતરનાક પરિસ્થિતિને કારણે માત્ર એર ઇન્ડિયા જ નહીં પરંતુ અન્ય ઘણી મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ આ ક્ષેત્રમાં તેમની ફ્લાઇટ કામગીરી બંધ કરી દીધી છે.
इंडिगो और एअर इंडिया ने इंडोनेशियाई द्वीप में ज्वालामुखी विस्फोट से उत्पन्न राख के कारण बुधवार को बाली के लिए अपनी उड़ानें रद्द कर दीं। #Indonesia #Bali #Volcano #volcaniceruption pic.twitter.com/9yGBVMJayd
— दीपक गुप्ता 🇮🇳 (@deepakg111) November 13, 2024
ફ્લાઈટ્સ કેન્સલ કરી
એર ઈન્ડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની દિલ્હીથી બાલી અને રીટર્ન ફ્લાઈટ્સ (અનુક્રમે AI 2145 અને AI 2146), જે 13 નવેમ્બર, 2024 ના રોજ ઓપરેટ થવાની હતી, તે તાજેતરના જ્વાળામુખી વિસ્ફોટને કારણે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે રદ કરવામાં આવી છે. એરલાઈને જણાવ્યું હતું કે, આ ખરાબ પરિસ્થિતિને કારણે અમારા ગ્રાહકોને પડતી અસુવિધા ઘટાડવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં આગામી ઉપલબ્ધ ફ્લાઈટ્સ પર મુસાફરી અથવા રિફંડ માગનારાઓને રિફંડ સહિતનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા માટે અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
#TravelAdvisory
Air India flights from Delhi to Bali and return (AI 2145 and AI 2146 respectively), scheduled to operate on 13 November 2024 have been cancelled due to unfavourable weather caused by the recent volcanic eruption. All possible efforts are being made to minimize…— Air India (@airindia) November 13, 2024
અગાઉ ઈન્ડિગોએ એક નિવેદનમાં ફ્લાઇટ સેવાઓ રદ કરવાના તેના નિર્ણય વિશે વિગતવાર સમજાવ્યું હતું. ઈન્ડિગોએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, બાલીમાં તાજેતરના જ્વાળામુખી વિસ્ફોટને કારણે, આ ક્ષેત્રમાં અને ત્યાંથી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે કારણ કે ખરાબ હવામાન હવાઈ મુસાફરીને અસર કરી શકે છે.
રિફંડ પસંદ કરવા અથવા વૈકલ્પિક ફ્લાઇટ બુક કરવા માટે કૃપા કરીને http://bit.ly/3ARdrd8 ની મુલાકાત લો. અમને સમજવા બદલ આભાર.