મામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
27 12 2024 શુક્રવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ બારસ, નક્ષત્ર વિશાખા, યોગ ધૃતિ, કરણ કૌલવ બપોરે 1:39 પછી તૈતિલ, રાશિ તુલા (ર.ત.) બપોરે 1:35 પછી વૃશ્ચિક (ન.ય.)
2. મેષ (અ.લ.ઈ.)
નવા રોકાણોમાં લાભની સંભાવના અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય તેમજ આર્થિક બાબતે સંભાળીને કામ કરવું તો લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું
3. વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકોને ધનલાભની ઉત્તમ સંભાવના તેમજ સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે અને અધિકારી વર્ગના આશીર્વાદ મળશે તો ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
4. મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે અને પારિવારિક જીવન આનંદમય રહેશે તેમજ ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં, અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે
5. કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો તેમજ પરિવારના સભ્યોથી પરેશાની જણાશે, લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના તો આર્થિક સંકડામણનો અનુભવ થશે
6. સિંહ (મ.ટ.)
ઘરેલું જીવનમાં શાંતિ જણાશે અને કરેલા રોકાણો લાભદાયી નીવડશે તેમજ કામકાજ માટે યાત્રા થવાની સંભાવના તો ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે
7. કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના અને જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે તેમજ ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે તો નોકરીયાતને સારો સહયોગ મળશે
8. તુલા (ર.ત.)
તુલા રાશિના જાતકોને શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના તેમજ પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે તો નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે
9. વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો અને વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે તો આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે
11. મકર (ખ.જ.)
પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે અને તબિયત બાબતે કાળજી રાખવી તેમજ મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું જ ધ્યાન કરો
12. કુંભ (ગ.સ.ષ.શ.)
આ રાશિના જાતકોને વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે તેમજ વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તો રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે
13. મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે અને પારિવારિક વૈચારિક મતભેદ રહેશે તેમજ ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તો નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે