તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાંગ
14 02 2025 શુક્રવાર, માસ મહા, પક્ષ વદ, તિથિ બીજ, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની, યોગ સુકર્મા, કરણ તૈતિલ સવારે 9:02 પછી ગર, રાશિ સિંહ (મ.ટ.)
2. મેષ (અ.લ.ઈ.)
સકારાત્મક વિચારોથી લાભમાં વૃદ્ધિ થશે અને વ્યવસાયત્મક યાત્રામાં સફળતા મળશે તેમજ વાણી ઉપર નિયંત્રણ રાખવું, નોકરી વિષયક પ્રયાસોમાં સફળતા મળશે
3. વૃષભ (બ.વ.ઉ.)
વેપાર વૃદ્ધિ રોકાણના સારા યોગ બને છે અને નોકરીમાં ઉચ્ચ અધિકારીથી સહયોગ મળશે તેમજ સારા કામમાં સહકાર મળશે આનંદ વધશે, પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહેશે
4. મિથુન (ક.છ.ઘ.)
વેપાર ધંધામાં લાભ વૃદ્ધિ થશે અને નોકરીમાં સહકર્મીનો સાથ મળશે તેમજ લેવડ દેવડમાં ઉતાવળ ના કરવી, કાનૂની કાર્યવાહીમાં સાચવીને કામ કરવું
5. કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને સંપતિને લગતા કામકાજમાં લાભ થશે તેમજ અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી દુઃખ થશે, રોકાણથી લાભ ધંધામાં બરકત જણાશે તો વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી જરૂરી છે
6. સિંહ (મ.ટ)
ઘરમાં આનંદમાં વૃદ્ધિ થશે અને જોખમી કામમાં સાહસથી સફળતા મેળવશો તેમજ અકારણ ભયથી ઉદ્વેગ રહેવા સંભાવના છે તો પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા જણાશે
7. કન્યા (પ.ઠ.ણ.)
આવેલ અવસર ના ગુમાવવો પડે ધ્યાન રાખવું અને વેપાર ધંધામાં ધીમી ગતિએ સફળતા મળશે તેમજ વ્યર્થ ભાગાદોડીથી દૂર રહેવું તો જોખમી અને મધ્યસ્થીવાળા કામથી દૂર રહેવું
8. તુલા (ર.ત.)
સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને લાંબા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થાય તેમજ શેર માર્કેટમાં સફળતાના યોગ જણાય છે તો ઘરમાં અને કામના સ્થળે પ્રસન્નતા જળવાઈ રહે
9. વૃશ્ચિક (ન.ય.)
વડીલોની સલાહથી ધંધામાં લાભ થશે તેમજ આવકનું પ્રમાણ વધે શાંતિથી કામ કરવું અને વાહન મશીનરીના કામકાજમાં સંભાળવું, માનસિક બેચેની અનુભવશો
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
ખોટા વિચારો નિર્ણયો નુકસાન કરાવશે અને ચિંતા અને તણાવ અધિક જણાશે તેમજ વ્યવસાયિક યાત્રા સફળ રહેશે, વિરોધીઓ નુકસાન ના કરાવે તે બાબતે જાગૃત રહેવું
11. મકર (ખ.જ.)
વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા મળશે અને આવક જાવકનું પ્રમાણ સમાંતર રહેશે તેમજ અપરિચિત ઉપર અતિવિશ્વાસ નુકસાન કરાવે, કોઈ ઉશ્કેરવા પ્રયત્ન કરશે ધીરજ રાખવી
12. કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકોને કામકાજમાં સુધારો જણાશે તેમજ નોકરીમાં કામકાજમાં પ્રસન્નતા જણાશે અને આળસ પ્રમાદ નુકસાન કરાવે તો નવા કામમાં ધીમી ગતિએ સફળતા મળે
13. મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને લાંબા સમયથી રોકાયેલા કાર્યમાં લાભ થાય તેમજ સુખ સાધનોમાં વૃદ્ધિ થાય, સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તેમજ તણાવભર્યા વાતાવરણથી દૂર રહેવું